Home /News /sport /મહિલા ક્રિકેટરની જંગલમાં ઝાડ પર લટકતી લાશ મળી, 11 જાન્યુઆરીથી ગુમ હતી

મહિલા ક્રિકેટરની જંગલમાં ઝાડ પર લટકતી લાશ મળી, 11 જાન્યુઆરીથી ગુમ હતી

ઓડિશાની એક મહિલા ક્રિકેટરનું અવસાન થયું છે. (પ્રતિનિધિત્વાત્મક તસવીર)

રાજશ્રીનું સ્કૂટર જંગલ નજીકથી મળી આવ્યું હતું અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. પોલીસે કહ્યું કે આ મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Odisha (Orissa), India
    ઓડિશા: ઓડિશાની મહિલા ક્રિકેટર રાજશ્રી સ્વાઇ 11 જાન્યુઆરીથી ગુમ હતી અને તેનો મૃતદેહ શુક્રવાર 13 જાન્યુઆરીએ કટક નજીકના ગાઢ જંગલમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપી હતી. કટકના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ પિનાક મિશ્રાએ જણાવ્યું હતું કે અથાગઢ વિસ્તારના ગુરદિજાટિયા જંગલમાં એક ઝાડ પર તેની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. રાજશ્રીના કોચે ગુરુવારે કટકના મંગલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

    તેમણે કહ્યું કે ગુરડીજાટિયા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મૃત્યુનો કેસ નોંધવામાં આવશે. પોલીસ હજુ સુધી તેના મોતનું કારણ જાણી શકી નથી. જોકે તેના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે. તેના પરિવારનું કહેવું છે કે મહિલા ક્રિકેટરના શરીર પર ઈજાના નિશાન હતા અને તેની આંખોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: આ ગંભીર કારણોસર સુરતની ત્રણ હોસ્પિટલ્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી

    રાજશ્રીનું સ્કૂટર જંગલ નજીકથી મળી આવ્યું હતું અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. પોલીસે કહ્યું કે આ મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. તેના પરિવારના સભ્યોએ જણાવ્યું કે રાજશ્રી સહિત લગભગ 25 મહિલા ક્રિકેટરો પુડુચેરીમાં યોજાનારી આગામી રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બાજરાકબાટી વિસ્તારમાં ઓડિશા ક્રિકેટ એસોસિએશન (ઓસીએ) દ્વારા આયોજિત તાલીમ શિબિરનો ભાગ હતી. બધા એક હોટલમાં રોકાયા હતા.

    ઓડિશા રાજ્યની મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત 10 જાન્યુઆરીએ કરવામાં આવી હતી, પરંતુ રાજશ્રીને અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવી ન હતી. પોલીસે જણાવ્યું કે બીજા દિવસે ખેલાડીઓ પ્રેક્ટિસ માટે તાંગી વિસ્તારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગયા હતા, પરંતુ રાજશ્રીએ તેના કોચને કહ્યું કે તે તેના પિતાને મળવા પુરી જઈ રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Women Cricketers, ક્રિકેટર, બીસીસીઆઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन