બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિત હોકી વર્લ્ડ કપના ઉદ્ઘાટન સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. મંગળવારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં આ સમારોહ યોજાશે. શાહરુખ ખાન અને સલમાન ખાન પણ આ રંગારંગ સમારંભમાં હાજર રહેશે. ભુવનેશ્વર હોકીના રંગમાં રંગાઈ ગયું છે. સાંજે 5.30 કલાકે ઓપનિંગ સેરેમની યોજાશે.
16 ટીમો 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન રમાનાર વર્લ્ડ કપ માટે ભારત પહોંચી ગઈ છે. કલિંગ સ્ટેડિયમ પુરી રીતે તૈયાર થઈ ગયું છે, જ્યાં ઉદ્ઘાટન સમારોહ થશે અને મેચો પણ રમાશે. ઓરિસ્સાના સ્પોર્ટ્સ સચિવ વિશાલ દેવે કહ્યું હતું કે બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત અહીં પહોંચી ગઈ છે. તે ઉદ્ઘાટન સમારોહમાં પ્રસ્તુતિ આપશે. શાહરુખ ખાન મંગળવારે પહોંચશે અને કાર્યક્રમ પુરો થતા તરત મુંબઈ પરત ફરશે. ઓરિસ્સાના ફિલ્મ કલાકારો પણ કાર્યક્રમ રજુ કરશે.
વિશાલ દવેએ કહ્યું હતું કે બોલિવુડ સ્ટાર સલમાન ખાન બુધવારે કટકમાં યોજાનાર બીજા ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવાની પૃષ્ટી કરી દીધી છે. પ્રખ્યાત સંગીતકાર એ.આર.રહેમાન ભુવનેશ્વર અને કટકમાં કાર્યક્રમ રજુ કરશે. સેલિબ્રિટી અને ખેલાડીઓની સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
The wait for the Odisha Hockey Men’s World Cup Bhubaneswar 2018 is almost over. And with this, the celebrations will commence in full swing. Catch the Opening Ceremony LIVE and revel in the build-up of Hockey’s premier tournament.#IndiaKaGame#HWC2018#DilHockeypic.twitter.com/zUfbAn76iV
ઓરિસ્સા સરકારે ઉદ્ઘાટન સમારોહ સામે મંગળવારે સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાનોમાં રજાની જાહેરાત કરી છે. રાજ્યના બધા સરકારી કાર્યાલયોમાં બપોરે 1.30 સુધી જ કામ થશે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી બધી ટીમોના કેપ્ટનો સાથે મુલાકાત કરી મુક્તેશ્વર મંદિરમાં ફોટો સેશનમાં ભાગ લીધો હતો.
ભારતીય હોકી ટીમ 28 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો કરી વર્લ્ડ કપના અભિયાનનો પ્રારંભ કરશે. ભારતના ગ્રૂપ-સી માં દક્ષિણ આફ્રિકા, કેનેડા અને બેલ્જીયમનો સમાવેશ કરાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર