NZW vs ENGW: બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવા છતાં ન્યૂઝીલેન્ડની ટીમ રમશે મેચ

ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.

NZW vs ENGW:ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને (New Zealand Women Cricket Team) બોમથી ઉડાવી દેવાની ધમકી મળી છે. છતા પણ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (ENGW vs NZW ODI Series) વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ રમવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ (New Zealand Women Cricket Team) ટીમને બોમથી ઉડાવી દેવાની ધમકી મળી છે. છતા પણ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (ENGW vs NZW ODI Series) વચ્ચે આજે ત્રીજી વન-ડે મેચ રમવામાં આવશે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ બાદ ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ ધમકીને વિશ્વસનીય ગણી નથી. તેમ છતાં ન્યુઝીલેન્ડની મહિલા ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ ન્યુઝીલેન્ડની પુરુષ ક્રિકેટ ટીમે સુરક્ષા કારણોનું કારણ આપીને તેમનો પાકિસ્તાન પ્રવાસ અચાનક રદ કર્યો હતો.

    ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, ન્યૂઝીલેન્ડની ટીમ મેનેજમેન્ટના સભ્યને ધમકી આપવામાં આવી હતી કે, ટીમની હોટલમાં બોમ્બ મૂકવામાં આવશે. એટલું જ નહીં, ન્યૂઝીલેન્ડ પરત ફરતી વખતે આ ટીમને ફ્લાઇટમાં બોમ્બ મૂકવા અંગે પણ ચેતવણી આપવામાં આવી હતી. પરિણામે, ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ સોમવારથી હોટલમાં કેદ હતી. આ પછી પોલીસ અને આતંકવાદ વિરોધી એજન્સીઓને બોલાવવામાં આવી હતી. થોડા કલાકો માટે એવું લાગતું હતું કે, ત્રીજી વનડે રદ થઈ જશે. કારણ કે ન્યૂઝીલેન્ડની ટીમે પ્રેક્ટિસ પણ નહોતી કરી. જોકે, ન્યુઝીલેન્ડ બોર્ડે આ મુદ્દે કહ્યું હતું કે, ટીમે સોમવારે મુસાફરી કરવાની છે. આથી પ્રેક્ટિસ સત્ર યોજાયું ન હતું.

    ઈ-મેલ કરીને આપવામાં આવી હતી ધમકી

    ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અંગે ખોટો ઈ-મેલ મળ્યો છે. જો કે, આ ઈ-મેલ ખાસ કરીને ન્યુઝીલેન્ડની ટીમના સંદર્ભમાં નહોતો. છતાં તેને ગંભીરતાથી લેવામાં આવી હતી અને ચકાસણી કરવામાં આવી હતી અને અવિશ્વસનીય માનવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વનડે માટે લેસ્ટર પહોંચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે ટીમ હોટલની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે, કેટલાક ખેલાડીઓ હજુ પણ ભયભીત છે.

    આ પણ વાંચો: IPL 2021 KKR vs RCB: કોલકત્તા નાઈટ રાઈડર્સનું જોરદાર કમબેક, RCBને 9 વિકેટે આપી માત

    ઈંગ્લેન્ડનો પણ પાકિસ્તાન પ્રવાસ રદ

    મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડ પછી ઇંગ્લેન્ડે પણ તેનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. આ પછી ન્યૂઝીલેન્ડ બોર્ડે કહ્યું હતું કે, તેમની પાસે ટીમ પર આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતી છે. આ ઇનપુટ પછી જ પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે જ સમયે, ઇસીબીએ એમ પણ કહ્યું કે, જે વિસ્તારમાં આતંકવાદી હુમલાનો ખતરો પહેલેથી જ ઉભો છે ત્યાં મુસાફરી અને પ્રવાસ ચાલુ રાખવાથી ખેલાડીઓ પર વધારાનું દબાણ વધશે, જેઓ પહેલેથી જ કોરોના પ્રોટોકોલ અને બાયો-બબલને કારણે પ્રેશરમાં છે.
    Published by:kuldipsinh barot
    First published: