Home /News /sport /

NZ vs AFG: અફઘાનિસ્તાનના આ ઘાતક ખેલાડી ટીમ ઈન્ડિયાને અપાવશે સેમિફાઈનલની ટિકિટ! ન્યૂઝીલેન્ડ હારી જાય તો શું થાય?

NZ vs AFG: અફઘાનિસ્તાનના આ ઘાતક ખેલાડી ટીમ ઈન્ડિયાને અપાવશે સેમિફાઈનલની ટિકિટ! ન્યૂઝીલેન્ડ હારી જાય તો શું થાય?

NZ VS AFG : અફઘાનિસ્તાનના આ ત્રણ ખેલાડી ચાલી ગયા તો ભારતની ટિકિટ પાક્કી

NZ vs AFG T20 world cup: રવિવારે મેચ ભલે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની હોય, પરંતુ ભારતીય ટીમને સેમિફાઈનલમાં પ્રવેશવું હશે તો આ મેચના પરિણામ પર મદાર રાખવો પડશે.

  શૈલેષ મકવાણા : સ્કોટલેન્ડને 8 વિકેટે સજ્જડ (IND vs SCO) હાર આપીને ભારતીય ટીમે વર્લ્ડકપની સેમિફાઈનલમાં (T20 Worldcup Semifinal) પ્રવેશવાની આશા જીવંત રાખી છે. જો કે કોહલી એન્ડ કંપનીએ હજી પણ બે પડાવ પાર કરવાના છે. જેમાંથી એક મેચમાં ભારતીય ટીમને અફઘાનિસ્તાનની જીત પર આધાર રાખવો પડશે. જ્યારે અંતિમ લીગ મેચમાં નામિબીયાને (IND vs NAM) સારા રનરેટથી હરાવવું ફરજિયાત બનશે. પરંતુ એ પહેલા ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન (NZ vs AFG T20 Worldcup Match) વચ્ચેની મેચ પર ક્રિકેટ ચાહકોની નજર મંડાયેલી છે. સેમિફાઈનલના સમીકરણ માટે જરૂરી છે કે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવે. જો આમ થાય તો જ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલનો રસ્તો ખુલશે. રવિવારે મેચ ભલે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની હોય, પરંતુ ભારતીય ટીમને સેમિફાઈનલમાં (Smifinal Qualifiers of Group B) પ્રવેશવું હશે તો આ મેચના પરિણામ પર મદાર રાખવો પડશે. અફઘાનિસ્તાન જીતે તો જ કોહલી એન્ડ કંપનીની સેમિફાઈનલની રાહ આસાન થશે. અને એ માટે અફઘાનિસ્તાનના 3 ઘાતક ખેલાડીઓની ચર્ચા કરવી જરુરી છે.

  અફઘાનિસ્તાનના બે આક્રમક ઓપનર : ટ્વેન્ટી-20 ક્રિકેટમાં તોફાની શરુઆત અપાવનારા ઓપનરની વાત આવે ત્યારે અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝાઈ અને મોહમ્મદ શહજાદની જોડીની ચર્ચા જરૂર થાય. આ એવી જોડી છે જે વિશ્વના કોઈ પણ બોલિંગ એટેકને વેર-વિખેર કરી શકે છે. લેફ્ટ એન્ડ રાઈટ કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરતી આ ઓપનિંગ જોડી અફઘાનિસ્તાનને અનેક વાર પ્રચંડ શરૂઆત અપાવી ચૂકી છે.

  એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાની કમાલ

  હઝરતુલ્લાહ ઝઝાઈ તો એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાની કમાલ પણ કરી ચૂક્યો છે, 2018માં કાબુલ જવાનન-બલ્ખ લેજેન્ડ સામે અફઘાનિસ્તાનના આ વિસ્ફોટક ઓપનરે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. તો વિકેટકીપર શહજાદ પણ તોફાની બેટિંગ કરવા જાણિતો છે. ટીમ ઈન્ડિયાએ જો સેમિફાઈલનું સમીકરણ સમુસુતરું પાર પાડવું હશે તો ઝઝાઈ અને શહજાદ ન્યૂઝીલેન્ડ સામે ધમાકેદાર શરૂઆત કરીને તોતિંગ સ્કોર ખડકે એ જરુરી છે.

  આ પણ વાંચો : KL રાહુલ અને અથિયા શેટ્ટીએ પ્રેમ સંબંધ કર્યો જાહેર, Viral થઈ ઇન્સ્ટાગ્રામની પોસ્ટ

  બીજી તરફ અફઘાનિસ્તાન પણ આશા રાખી રહ્યું હશે કે કિવી ટીમને સારા રનરેટથી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કરે. જો કે ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાનની મેચ બાદ ભારતની નામિબીયા સામે મેચ છે. અને એ વખતે તમામ સમીકરણ સ્પષ્ટ કરવું ટીમ ઈન્ડિયા માટે આસાન બની જશે.

  આ પણ વાંચો : T20 World cup : ન્યૂઝીલેન્ડ અફઘાનિસ્તાનને હરાવી દે તો શું થાય? જાડેજાના રોકડા જવાબનો Viral Video

  કિવી ટીમને ફીરકીમાં ફસાવશે રાશિદખાન !

  કોઈ પણ મેચ હોય અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન હુકમનો એક્કો રહ્યો છે. ટ્વેન્ટી-20ના વર્લ્ડક્લાસ સ્પિનરમાં રાશિદખાનનું નામ મોખરે છે. રાશિદ ખાને 55 ટ્વેન્ટી-20 મેચમાં 102 વિકેટ ઝડપી છે અને આ રેકોર્ડ જ રાશિદને અફઘાનિસ્તાનનો સૌથી સફળ બોલર સાબિત કરે છે. માર્ટીન ગપ્ટીલ, કેપ્ટન વિલિયમ્સન સહિતના ન્યૂઝીલેન્ડના બેટિંગ ઓર્ડરને ધરાશાયી કરવા રાશિદખાન સક્ષમ બોલર છે. ખુબ જ મહત્વની મેચમાં જો રાશિદખાનની ફીરકી ચાલી તો ભારતને પણ ફાયદો થઈ જશે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, NZ vs AFG, T20 world cup

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन