Home /News /sport /ભારત વિરૂદ્ધ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત, બોલ્ટ-ગુપ્ટિલ બહાર

ભારત વિરૂદ્ધ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત, બોલ્ટ-ગુપ્ટિલ બહાર

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (ફાઇલ ફોટો)

NZ Squad Announced Against India: ન્યૂઝીલેન્ડે ભારત વિરૂદ્ધ ત્રણ-ત્રણ મેચની વન ડે અને ટી-20 સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરે પ્રથમ ટી-20 મેચ રમાશે. હાર્દિક પંડ્યા ટી-20ની કેપ્ટન્સી કરશે જ્યારે શિખર ધવન વન ડે ટીમની કમાન સંભાળશે.

વધુ જુઓ ...
    NZ Squad Announced Against India: ન્યૂઝીલેન્ડે ભારત વિરૂદ્ધ ત્રણ-ત્રણ મેચની વન ડે અને ટી-20 સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન કેન વિલિયમસન પહેલાની જેમ જ ન્યૂઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કરશે. અનુભવી ઓપનર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ અને ટ્રેટ બોલ્ટ માટે કોઇ જગ્યા નથી. કીવી ટીમે તાજેતરમાં જ માર્ટિન ગુપ્ટિલના સ્થાને યુવા બેટ્સમેન ફિન એલેનનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. એલનને ફરી એક વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

    ન્યૂઝીલેન્ડની ટી-20 ટીમ

    કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ડેવોન કૉન્વે, લૉકી ફર્ગ્યુસન, ડેરિલ મિચેલ, એડમ મિલને, જિમી નિશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટીમ સાઉથી, બ્લેયર ટિકનર

    ન્યૂઝીલેન્ડની વન ડે ટીમ

    કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, ડેવોન કૉન્વે, લૉકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટૉમ લાથમ, ડેરિલ મિચેલ, એડમ મિલને, જિમી નિશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટીમ સાઉથી

    ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ

    18 નવેમ્બર, પ્રથમ ટી-20, વેલિંગ્ટન
    20 નવેમ્બર, બીજી ટી-20, માઉન્ટ માઉંગનુઇ
    22 નવેમ્બર, ત્રીજી ટી-20, ઓકલેન્ડ

    25 નવેમ્બર, પ્રથમ વન ડે, ઓકલેન્ડ
    27 નવેમ્બર, બીજી વન ડે, હેમિલ્ટન
    30 નવેમ્બર, ત્રીજી વન ડે, ક્રાઇસ્ટચર્ચ
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन