Home /News /sport /

વિશ્વના નંબર-1 ટેનિસ પ્લેયર Novak Djokovicના વિઝા ઓસ્ટ્રેલિયાએ કર્યા રદ, જાણો શા માટે થયો વિવાદ

વિશ્વના નંબર-1 ટેનિસ પ્લેયર Novak Djokovicના વિઝા ઓસ્ટ્રેલિયાએ કર્યા રદ, જાણો શા માટે થયો વિવાદ

ફાઇલ તસવીર

Novak Djokovic : જોકોવિચને કોવિડ-19 રસીકરણના પ્રૂફ વગર જ ટૂર્નામેન્ટ રમવાની પરવાનગી મળી હતી.

ઓસ્ટ્રેલિયા (Australia)એ વિશ્વના નંબર-1 ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચ (cancelled the entry visa of Novak Djokovic)ના વિઝા રદ્દ કરી દીધા છે. આ સમચારથી સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે. હકીકતમાં નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપન ટૂર્નામેન્ટ (Australian Open Tournament) રમવા માટે મેલબર્ન પહોંચ્યા હતા. આ પહેલા તેને કલાકો સુધી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. અંતે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો રજૂ ન કરતા તેમના વિઝા રદ્દ કરી દેવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર વિવાદ?

જોકોવિચને કોવિડ-19 રસીકરણના પ્રૂફ વગર જ ટૂર્નામેન્ટ રમવાની પરવાનગી મળી હતી. ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકો દ્વારા તેમની અરજીને બે મેડિકલ પેનલો દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ આપવામાં આવેલી રસીમાંથી મુક્તિના કારણે બે વર્ષથી કોવિડ-19 લોકડાઉન અને પ્રતિબંધો સહન કરનારા ઓસ્ટ્રેલિયનોમાં રોષ ફેલાયો હતો. નવ વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનને ક્યારેય બોર્ડર કંટ્રોલનો સામનો કરવો પડ્યો નથી.

શા માટે કેન્સલ કરાયા વિઝા?

ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મિસ્ટર જોકોવિચ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ માટેની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે યોગ્ય પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તેના વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. નોન-સિટિઝન કે જેઓ પ્રવેશ માન્ય વિઝા ધરાવતા નથી અથવા જેમના વિઝા રદ્દ થયા છે, તેઓની અટકાયત કરીને ઓસ્ટ્રેલિયાથી દૂર કરાશે." કહેવામાં આવી રહ્યું છે કે તમને સરકારના ડિટેન્શન હોટલમાં લઇ જવામાં આવ્યા છે અને પરત જનારી ફ્લાઇટની રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચો - Cricket: શોએબ અખ્તરની ફાસ્ટેસ્ટ બોલિંગના રેકોર્ડને તોડી શકે છે આ પાંચ બોલરો

ઓસ્ટ્રેલિયા અને સર્બિયા આમને-સામને

આ મામલે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને કોઈ પણ કાયદાથી ઉપર નથી. સર્બિયાના રાષ્ટ્રપતિ એલેકસાન્ડર વ્યુસિકે ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે, તેણે જોકોવિચ સાથે ફોન પર વાત કરી અને તેને કહ્યું કે 'સમગ્ર સર્બિયા તેની સાથે છે'. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારા અધિકારીઓ વિશ્વના શ્રેષ્ઠ ટેનિસ ખેલાડીના દુર્વ્યવહારને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે તમામ પગલાં લઈ રહ્યા છે. તેણે કહ્યું કે સર્બિયા આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નોવાક જોકોવિચ માટે ન્યાય અને સત્ય માટે લડશે.
કોઇ ખાસ છૂટછાટો નહીં

ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ સ્ટીફન પાર્નિસે જણાવ્યું હતું કે, “આવી મુક્તિથી કોવિડ-19ના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરતા લોકોને "ભયાનક સંદેશ" મળે છે.”  17 જાન્યુઆરીથી શરૂ થતા 2022ના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં તમામ સ્પર્ધકોને કોવિડ-19ની રસી આપવી જોઈએ અથવા તેમને તબીબી છૂટછાટ હોવી જોઈએ, જે સ્વતંત્ર નિષ્ણાંતોની બે પેનલ દ્વારા મૂલ્યાંકન કર્યા પછી જ આપવામાં આવે છે.

ટુર્નામેન્ટના ચીફ ક્રેગ ટિલીએ જણાવ્યું હતું કે, ડિફેન્ડિંગ ચેમ્પિયનને "કોઈ વિશેષ છૂટછાટ" આપવામાં આવી ન હતી, પરંતુ તેને વિનંતી કરી હતી કે શા માટે તેમને આ છૂટછાટ આપવામાં આવી છે.

આ પણ વાંચો - વિરાટ કોહલી સહિત વિશ્વના 5 Unlucky Captains, ક્યારેય જીત ન શક્યા ICC Trpohy

26 લોકોએ કરી હતી અરજી

ટિલીએ જણાવ્યું હતું કે, “ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી રહેલા આશરે 3,000 ખેલાડીઓ અને સહાયક સ્ટાફમાંથી માત્ર 26 એ રસી મુક્તિ માટે અરજી કરી હતી. તેમાંથી માત્ર અમુક જ તેમાં સફળ થયા હતા. કોઈપણ વ્યક્તિ કે જેણે તમામ શરતો પૂરી કરી છે તેને અંદર આવવાની મંજૂરી આપવામાં આવી છે. કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવી નથી. નોવાકને  પણ કોઈ ખાસ તક આપવામાં આવી નથી."

એરપોર્ટ પર જોકોવિચની પૂછપરછ દરમિયાન, તેના કોચ ગોરાન ઇવાનિસેવિકે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અને સર્બના અન્ય બેકરૂમ સ્ટાફનો એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Novak Djokovic, Tennis, World, સ્પોર્ટસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन