Wimbledon: દર્શકોએ સિટીઓ વગાડતા કેમ નારાજ થયો ટેનિસ સ્ટાર જોકોવિચ?

તસવીર - ટ્વિટર

  • Share this:
    ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે વિમ્બલડન સેન્ટર કોર્ટમાં બેસેલા દર્શકોથી નારાજગી વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે જ્યારે તે સર્વિસ કરી રહ્યો હતો ત્યારે દર્શકોનો એક વર્ગ સિટીઓ વગાડતો હતો અને જોરથી ઉધરસ ખાતો હતો. ત્રણ વખતના વિમ્બલડન ચેમ્પિયન જોકોવિચે ઘરેલું પ્રબળ દાવેદાર કાયલે એડમંડેને 4-6, 6-3, 6-2, 6-4થી હરાવ્યો હતો. જોકે તે દર્શકોના વર્તુણકથી નારાજ થયો હતો. જોકોવિચને જ્યારે ઘણી વખત બોલ ઉછાળવા માટે સમય ફાઉલ આપવામાં આવ્યો તો ઘણા દર્શકોએ તેની હુટિંગ શરૂ કરી દીધી હતી.

    પૂર્વ નંબર વન ખેલાડી જોકોવિચે જણાવ્યું હતું કે મને લાગે છે કે દર્શકોની પ્રતિક્રિયા બિન જરૂરી હતી. કેટલાક દર્શકો એવા હતા જે મને સમયના ભંગ બદલ ચેતવણી આપવા પર ઉધરસ ખાતા હતા અને સિટીઓ વગાડતા હતા.

    જોકોવિચે જણાવ્યું હતું કે આ બાબતો નિશ્ચિત રુપથી લોકોને ટીવી પર જોવા કે સાંભળવા મળે નહીં. મને લાગે છે કે આની જરૂર નથી. મને આ પસંદ આવ્યું ન હતું. જો તમે મારા સ્થાને હોત તો આ વસ્તુને સમજી શક્યા હોત. હું પણ અન્યની જેમ માણસ છું. હું પણ દબાણ અનુભવું છું.
    Published by:Ashish Goyal
    First published: