કોહલી નહિ પરંતુ આ ભારતીય પૂર્વ બેટ્સમેનની જોરદાર ફેન છે રશ્મિકા મંદાના, દિલ ખોલીને કર્યા વખાણ

 • Share this:
  નવી દિલ્લી: આ સમાચાર વિરાટ કોહલીના ચાહકોનું દિલ તોડી શકે છે. કેમ કે થોડા દિવસો પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને તેની પસંદીદા આઈપીએલ ટીમ ગણાવનારા દક્ષિણ ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ પોતાનો પ્રિય ક્રિકેટર નામ જણાવ્યું છે. ચાહકો જાણીને નવાઈ પામશે કે વિરાટ કોહલી નહીં, પરંતુ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)રશ્મિકાના પ્રિય ક્રિકેટર છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાતચીત દરમિયાન એક પ્રશંસકે રશ્મિકાને તેના પ્રિય ક્રિકેટરનું નામ પૂછ્યું હતું. ચાહકોને અપેક્ષા હતી કે, આરસીબી પસંદ કરનારે રશ્મિકાના પ્રિય ક્રિકેટર પણ વિરાટ હશે. પરંતુ તે ધોનીની ચાહક બની.

  રશ્મિકાએ ચાહકોને જવાબ આપતા મહેન્દ્રસિંહ ધોનીને એક મહાન ક્રિકેટર ગણાવ્યો હતો. એટલું જ નહીં, આ પ્રખ્યાત અભિનેત્રીએ ધોનીની કેપ્ટનશીપ, વિકેટકીપિંગ અને બેટિંગની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે મારે શું કહેવું જોઈએ, ધોનીની બેટિંગ, કેપ્ટનશીપ, વિકેટકીપિંગ એ બધા જ લાજવાબ છે. તે માસ્ટર ક્લાસનો ખેલાડી છે. તે મારો હીરો છે. તાજેતરમાં રશ્મિકાને સોશિયલ મીડિયા પર તેની પ્રિય આઈપીએલ ટીમ વિશે એક ચાહકે પૂછ્યું હતું. તેના જવાબમાં તેમણે કહ્યું કે Ee Sala Cup Namde.

  આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો, જોફ્રા આર્ચર થયો ઈજાગ્રસ્ત

  ખરેખર તે આરસીબીનું સત્તાવાર સૂત્ર છે અને તેની શરૂઆત કન્નડ ચાહકો દ્વારા ટીમનો ઉત્સાહ વધારવા માટે કરવામાં આવી હતી. ત્યારબાદ રશ્મિકાએ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું. જો કે હવે તેણે ધોનીને પોતાનો પ્રિય ક્રિકેટર ગણાવીને આરસીબી અને કોહલીના ચાહકોના દિલ તોડી નાખ્યાં હશે.

  આ પણ વાંચો: World Test Championship: ટીમ ઈન્ડિયાની જીત નક્કી! કોહલી રચશે ઈતિહાસ

  આઈપીએલ 2021 માં વિરાટના આરસીબી અને ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સીએસકે આઇપીએલ સ્થગિત થયા પછી 7 મેચ રમી હતી અને તેમાંથી 5 મેચ જીતી હતી. ટીમ 10 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. બીજી તરફ, આરસીબીએ 7 મેચ પણ રમી હતી અને સીએસકેની બરાબર પાંચ મેચ જીતી હતી. પરંતુ સીએસકે તરફથી ઓછા રન રેટને કારણે ટીમ ત્રીજા સ્થાને હતી. દરમિયાન, બીસીસીઆઈ આઈપીએલની બાકીની 31 મેચ યોજવાના પ્રયાસમાં વ્યસ્ત છે. પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, બાકીની આઈપીએલ ભારતમાં નહીં હોય.
  Published by:kuldipsinh barot
  First published: