કોહલીએ હિંમત બતાવી કહી દેવું જોઈએ કે ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી - ગંભીર

આગામી વર્લ્ડ કપ માટે વિકેટકીપર તરીતે ઋષભ પંત કે સંજૂ સેમસનને તક આપવી જોઈએ

News18 Gujarati
Updated: September 30, 2019, 3:46 PM IST
કોહલીએ હિંમત બતાવી કહી દેવું જોઈએ કે ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી - ગંભીર
કોહલીએ હિંમત બતાવી કહી દેવું જોઈએ કે ધોની હવે ટીમમાં ફિટ બેસતો નથી - ગંભીર
News18 Gujarati
Updated: September 30, 2019, 3:46 PM IST
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir)પોતાના બેબાક નિવેદન માટે જાણીતો છે. ટીમ ઇન્ડિયાને (Team India)લઈને અલગ-અલગ મુદ્દા ઉપર પોતાની વાત રાખનાર ગંભીરે હવે મહેન્દ્રસિંહ ધોનીની (Mahendra Singh Dhoni)નિવૃત્તિને લઈને મોટું નિવેદન કર્યું છે. ગંભીરે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય ફક્ત ધોની ઉપર છોડવો ઠીક નથી. મહેન્દ્રસિંહ ધોની 2023ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે મેદાનમાં ઊતરે તેવું મને લાગતું નથી.

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે મને નથી લાગતું કે નિવૃત્તિ લેવાનો નિર્ણય અંગત હોય છે. જ્યાં સુધી તમે રમવા માંગો છો તમને રમવા દેવામાં આવે છે પણ તમારે ભવિષ્ય તરફ જોવાની જરુર છે. મને નથી લાગતું કે ધોની 2023નો વર્લ્ડ કપ રમે. આવા સમયે કોઈ પણ કેપ્ટન તે વિરાટ કોહલી (Virat Kohli)હોય તે બીજો કોઈ. તેમણે હિંમત બતાવી કહેવું જોઈએ કે આ ખેલાડી ભવિષ્યની યોજનાઓમાં ફિટ બેસી રહ્યો નથી. સમય આવી ગયો છે કે આગામી ચાર-પાંચ વર્ષો માટે કેટલાક યુવા ખેલાડીઓને શોધવાનું કામ કરવામાં આવે. અહીં વાત ધોનીની નથી પણ દેશની છે. વાત વર્લ્ડ કપ જીતવાની છે.

આ પણ વાંચો - ધોની ઝારખંડ રાજ્ય ક્રિકેટ ઍસોસિયેશનનો આજીવન મેમ્બર બનશે

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ આગામી વર્લ્ડ કપ માટે વિકેટકીપર તરીતે ઋષભ પંત (Rishabh Pant) કે સંજૂ સેમસન(Sanju Samson)ને તક આપવી જોઈએ. જો ઇમાનદારીથી કહું તો ધોનીથી આગળ જોવાનો સમય આવી ગયો છે.

ગંભીર કરતા અલગ મત વ્યક્ત કરતા સુરેશ રૈનાએ કહ્યું હતું કે ધોની આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે. ધોની હજુ ફિટ છે અને શાનદાર વિકેટકીપર છે. તે રમતનો મહાન ફિનિશર છે. તેનામાં હજું ઘણું ક્રિકેટ બાકી છે.
First published: September 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...