રોહિત શર્મા સાથે કોઈ ઝઘડો નથી - વિરાટ કોહલી

News18 Gujarati
Updated: July 29, 2019, 7:19 PM IST
રોહિત શર્મા સાથે કોઈ ઝઘડો નથી - વિરાટ કોહલી
રોહિત શર્મા સાથે કોઈ ઝઘડો નથી - વિરાટ કોહલી

રોહિત શર્મા સાથે વિવાદના મુદ્દા પર વિરાટ કોહલીએ પોતાની ચુપ્પી તોડી

  • Share this:
રોહિત શર્મા સાથે વિવાદના મુદ્દા પર વિરાટ કોહલીએ પોતાની ચુપ્પી તોડી છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે જતા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેનો રોહિત શર્મા સાથે કોઈ ઝઘડો નથી. ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ આ ખબરને આધારવિહીન ગણાવી હતી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે રોહિત શર્મા સાથેના વિવાદ વિશે મેં ઘણું બધુ સાંભળ્યું છે. જો ટીમનો સારો માહોલ ન હોય તો અમે બે-ત્રણ વર્ષ સુધી શાનદાર પ્રદર્શન કરી શકીએ નહીં. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ગેમ જરુરી હોય છે.

વિરાટ કોહલીએ પત્રકારોને ડ્રેસિંગ રુમમાં આવવાનું આમંત્રણ આપતા કહ્યું હતું કે તમારે લોકોએ જોવું જોઈએ કે અમારા ડ્રેસિંગ રુમનો માહોલ કેટલો શાનદાર હોય છે. કુલદીપ યાદવ અને એમએસ ધોની જેવા ખેલાડીઓ સાથે કેવી મજાક કરવામાં આવે છે. મને નથી ખબર કે મારા અને રોહિત વચ્ચે કોણ ખોટી કહાનીઓ બનાવે છે. મને નથી ખબર કે આ રિપોર્ટ્સ કેવી રીતે ચાલી રહ્યા છે. અમારા અંગત જીવનને પણ તેમાં ખેંચવામાં આવી રહ્યું છે. કોહલીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ મને પસંદ ના હોય તો તમે મારા ચહેરા અને સ્વભાવથી બધુ જાણી શકો છો. રોહિત સાથે મારો કોઈ ઝઘડો નથી.

વિરાટે કહ્યું હતું કે ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે બધા ક્રિકેટરો ઉત્સાહિત છે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ રમવા માટે શાનદાર સ્થળ છે. ટી-20 માટે અમે યુવા ટીમની પસંદગી કરી છે અને બધા માટે સારી તક છે. વન-ડે ટીમમાં સંતુલન છે. હું ટી-20 શ્રેણી માટે ઉત્સાહિત છું કારણ કે નવા ખેલાડી જોવા મળશે. તે ખેલાડી જે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમમાં આવ્યા છે.

આ પણ વાંચો - ગાવસ્કરનો મોટો આરોપ, કોહલીને ખોટી રીતે પસંદ કર્યો કેપ્ટન

વર્લ્ડ કપના પરાજય પર કોહલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપની ફાઇનલમાં ન પહોંચવું નિરાશાનજક છે. આપણે આગળ જોવાની જરુર છે આગળ ટી20 વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે. જેમાં આપણે એકસાથે મળીને રમવું જરુરી છે. હું નવા પડકાર માટે તૈયાર છું.
First published: July 29, 2019, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading