The Hundred 2022: ટી-20 ક્રિકેટમાં 110 વખત 50+ રન છતા લીગમાં દિગ્ગજ ખેલાડીઓને સ્થાન ન મળ્યું
The Hundred 2022: ટી-20 ક્રિકેટમાં 110 વખત 50+ રન છતા લીગમાં દિગ્ગજ ખેલાડીઓને સ્થાન ન મળ્યું
The Hundred 2022: ક્રિસ ગેલ જેવા ઘણા મોટા ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા. (AFP)
The Hundred 2022: ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા આયોજિત ધ હન્ડ્રેડ માટેના પ્રથમ ડ્રાફ્ટ માટે તમામ 8 ટીમોએ ખેલાડીઓની પસંદગી કરી છે. ક્રિસ ગેલ અને બાબર આઝમ સહિત ઘણા મોટા ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા.
ધ હન્ડ્રેડ 2022 (The Hundred 2022) ની નવી સીઝન માટે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા હરાજી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ ડ્રાફ્ટમાં, તમામ 8 ટીમોએ પુરુષ અને સ્ત્રી બંને ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો. પરંતુ આ દરમિયાન ઘણા મોટા ખેલાડીઓ વેચાયા વગરના રહ્યા હતા. જેમાં ટી-20 દિગ્ગજ ક્રિસ ગેલ (Chris Gayle) અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (Babar Azam)નો સમાવેશ થાય છે. આઈપીએલની વર્તમાન સિઝનમાં પણ ગેઈલ આવવાનો નથી. તેનો ટી-20 રેકોર્ડ ઘણો મજબૂત છે. ત્યાં જ વેસ્ટ ઈન્ડિઝના અન્ય દિગ્ગજ કિરોન પોલાર્ડ, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ અલગ-અલગ ટીમો તરફથી રમતા જોવા મળશે.
ધ હન્ડ્રેડ લીગની આ બીજી સિઝન છે. દરેક ઇનિંગ્સમાં 100 બોલની રમત હોય છે. ટી-20માં ક્રિસ ગેલનો રેકોર્ડ ઘણો સારો છે. તેણે 463 મેચમાં 36ની એવરેજથી 14562 રન બનાવ્યા છે. તેમનાથી વધુ રન અન્ય કોઈ બેટ્સમેન બનાવી શક્યો નથી. તેણે 22 સદી અને 88 અડધી સદી ફટકારી છે. એટલે કે 110 વખત તેણે 50થી વધુ રનની ઇનિંગ રમી છે. એટલું જ નહીં તેણે 1056 સિક્સર પણ ફટકારી છે. તેણે અણનમ 175 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. જોકે આ 42 વર્ષીય ખેલાડી ઘણા સમયથી ફોર્મમાં નથી.
પાકિસ્તાનના બાબર આઝમ અને ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરને પણ પ્રથમ ડ્રાફ્ટમાં કોઈ ટીમે ખરીદ્યા ન હતા. ગયા વર્ષે ટી-20માં 2 હજારથી વધુ રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પર કોઈ ટીમે દાવ લગાવ્યો ન હતો. ધ હંડ્રેડ માટે પાકિસ્તાનના ઝડપી બોલર વહાબ રિયાઝ અને નસીમ શાહની પસંદગી કરવામાં આવી છે. લીગના અન્ય મોટા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ, શ્રીલંકાના લેગ સ્પિનર વાનિંદુ હસરાંગા અને વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવોનો સમાવેશ થાય છે.
દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ, અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન, આક્રમક બેટ્સમેન ક્વિન્ટન ડી કોક અને ટિમ ડેવિડને પણ ખરીદવામાં આવ્યા છે. આ ચાર ખેલાડીઓ IPL 2022માં આવી રહ્યા છે. ડુ પ્લેસિસને આરસીબીનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યાં જ રાશિદને ગુજરાત ટાઇટન્સ દ્વારા રેકોર્ડ 15 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર