IPL 2021: નીતીશ રાણા કોરોના પોઝીટીવ નથી, KKRએ કર્યો ખુલાસો

IPL 2021: નીતીશ રાણા કોરોના પોઝીટીવ નથી,  KKRએ કર્યો ખુલાસો

  • Share this:
    નવી દિલ્હી: નીતીશ રાણા (Nitish Rana)કોરોના પોઝીટીવ નથી અને તે એકદમ ફીટ છે. અને વહેલી તકે ટીમ સાથે પ્રેક્ટીસ શરૂ કરી કરશે. આઇપીએલની ટીમ કોલકતા નાઇટરાઇડર્સે આ જાણકારી આપી છે. આ પહેલા 1 એપ્રીલ એટલે કે, ગુરુવારે બપોરના સમયે મીડિયા રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, નીતીશ રાણાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ છે. અને આ કે.કે.આર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. ત્યારે સાંજ થતા થતા જ કેકેઆરની ટીમે સ્પષ્ટ કર્યું કે નીતીશ રાણાનો રીપોર્ટ નેગેટીવ છે. અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

    કોલકત્તા નાઇટ રાઈડર્સે ગુરુવારે એક નિવેદન જાહેર કર્યું જેને સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યું હતું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે, નીતિશ રાણાએ 21 માર્ચના દિવસે કેકેઆરની ટીમ હોટલમાં કોવીડ રીપોર્ટ સાથે એન્ટ્રી લીધી છે અને તે નેગેટીવ છે. આ રીપોર્ટ 19 માર્ચ દિવસે કરવામાં આવેલા ટેસ્ટની હતી. આઇપીએલના નિયમો અનુસાર 22 માર્ચેના દિવસે તેનો પરી ટેસ્ટ કરવામાં આવ્યો અને આ વખતે રીપોર્ટ પોઝીટીવ આવતા તેણે ટીમથી પોતાની જાતને દૂર કરી હતી. અને થોડા સમય બાદ તેનો ફરી રીપોર્ટ કરવામાં આવ્યો હતો તે નેગેટીવ હતો. અને તે વહેલી તકે ટીમ સાથે પ્રેક્ટીસ શરૂ કરશે.


    ઈરફાન પણ કોરોના પોઝિટિવ, રોડ સેફ્ટી સીરીઝના 4 ખેલાડી અત્યાર સુધી થઈ ચૂક્યા છે સંક્રમિત


    આ પહેલા કેકેઆરના ફેન્સને મોટો ઝટકો લાગ્યો કે નીતીશ રાણાના કોરોના રીપોર્ટના સમાચાર પ્રકાશીત થયા હતા. નીતીશ કેકેઆર માટે મહત્વનો ખેલાડી છે. તેણે ગત વર્ષે ટોપ ઓર્ડરમાં બેટીંગ કરતા ઢગલો રન બનાવ્યા હતા. આવામાં આઇપીએલ શરૂ થવાના એક સપ્તાહ પહેલા જ જો તેનો રીપોર્ટ પોઝીટીવ હોત તો ટીમને મોટો ઝટકો લાગી શકે તેમ હતો. મહત્વનું છે કે કેકેઆરએ ફેન્સને સાંજ સુધીમાં સારા સમાચાર આપી દીધા હતા.

    KKR, Kolkata Knight Riders

    આઈપીએલ 2021 ની પહેલી મેચ 9 એપ્રિલે રમાશે. ઉદઘાટન મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. કોલકાતા નાઈટ રાઇડર્સ 11મી એપ્રિલે મેચ રમશે. તેની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છે.
    Published by:kuldipsinh barot
    First published:April 01, 2021, 22:53 pm

    ટૉપ ન્યૂઝ