Home /News /sport /કેપ્ટન બનતા જ આવી ગયો પાવર! નિતિશ રાણાએ કહ્યું- હું ધોની, કોહલી કે રોહિત, કોઈને ફોલો નહીં કરું
કેપ્ટન બનતા જ આવી ગયો પાવર! નિતિશ રાણાએ કહ્યું- હું ધોની, કોહલી કે રોહિત, કોઈને ફોલો નહીં કરું
nitish rana kkr captain
NITISH RANA: શ્રેયસ ઐયર આ વખતે ઇજાના કારણે નહીં રમી શકવાના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાનો કેપ્ટન બદલવાની ફરજ પડી છે અને ભારતીય બેટ્સમેન નિતિશ રાણાને આ જ્વાબદારી સોંપવામાં આવી છે.
IPL થોડા જ દિવસમાં શરૂ થવા જય રહી છે. ઈન્ડિયા કા ત્યોહાર તરીકે ઓળખાતી ઇંડિયન પ્રીમીયર લીગની 16 મી આવૃત્તિ શરૂ થવા જઇ રહી છે અને ભારતમાં સતત લગભગ બે મહિના સુધી ચાલનાર આ ઉત્સવમાં દરેક ક્રિકેટ પ્રેમીઓ એક અલગ જ ઉત્સાહ સાથે ભાગ લેશે. ઘણા સમયથી ક્રિકેટ ફેન્સ આ વખતની આઈપીએલની રાહ જોઈ રહ્યા છે કારણ કે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસ આ બે ટીમો આવવાના કારણે હવે હરીફાઈ ખાસ્સી મજબૂત જોવા મળી રહી છે.
આ વખતની સિઝનમાં ઘણા ખેલાડીઓ ઇજાના કારણે રમી શકશે નહીં. આવા ખેલાડીઓમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર બૂમરાહ, કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર પ્રસીધ કૃષ્ના અને શાનદાર બેટ્સમેન શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે.
શ્રેયસ ઐયર આ વખતે ઇજાના કારણે નહીં રમી શકવાના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાનો કેપ્ટન બદલવાની ફરજ પડી છે અને ભારતીય બેટ્સમેન નિતિશ રાણાને આ જ્વાબદારી સોંપવામાં આવી છે.
નિતિશ રાણાને આ અંગે વાતચીત દરમિયાન પુછવામાં આવ્યું હતું કે તે કેપ્ટન્સીની બાબતમાં કોને ફોલો કરશે? તો રાણાએ સામે જવાબ આપ્યો હતો કે તે કોઈને ફોલો નહીં કરે. અને ક્યારેય કોઈને ફોલો કર્યા પણ નથી. તેણે કહ્યું હતું કે હું કોઈને ફોલો કરવાનું શરૂ કરીશ તો પાછળ પડી જઈશ અને આ વર્ષે હું કેપ્ટન્સી પણ પોતાની રીતે જ કરીશ.
આવો જાણી લઈએ કેટલીક મહત્વની વાતો અને ક્રિકેટ પ્રેમીઓના સવાલોના જવાબ
આ વખતે IPL માં કુલ 70 મેચ રમાશે. જેમાં 52 દિવસ સુધી ક્રિકેટ રમાશે. 12 સ્થળોએ મેચો રમાશે. દર વખતની જેમ 10 ટીમો 7 મેચ હોમ ગ્રાઉન્ડ પર અને 7 મેચ બીજે રમશે.
1) IPLની 16મી આવૃત્તિની પ્રથમ મેચ કઈ બે ટીમો વચ્ચે રમાશે? - IPLની 16મી આવૃત્તિની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
2) IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્યાં રમાશે? - IPLની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
3) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL ની પહેલી મેચનો સમય શું રહેશે? - IPLની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 7:00 કલાકે થશે.