આ વખતે સચિન,ગાંગુલી નહીં આ ક્રિકેટર પસંદ કરી શકે છે ટીમ ઇન્ડિયાના નવા કોચ

News18 Gujarati
Updated: July 13, 2019, 3:50 PM IST
આ વખતે સચિન,ગાંગુલી નહીં આ ક્રિકેટર પસંદ કરી શકે છે ટીમ ઇન્ડિયાના નવા કોચ
આ વખતે સચિન,ગાંગુલી નહીં આ ક્રિકેટર પસંદ કરી શકે છે ટીમ ઇન્ડિયાના નવા કોચ

આ વખતે નવા કોચની પસંદગી કરવાની જવાબદારી પણ નવી પેનલને આપવામાં આવે તેવી સંભાવના

  • Share this:
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પરાજય પછી ટીમ ઇન્ડિયામાં હાહાકાર મચી ગયો છે. પ્રશંસકો ટીમમાં ફેરફારની માંગણી કરવા લાગ્યા છે. ટીમના કેટલાક ખેલાડીઓની હકાલપટ્ટી તો થશે સાથે-સાથે કોચિંગ સ્ટાફમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે. એટલું જ નહીં આ વખતે નવા કોચની પસંદગી કરવાની જવાબદારી પણ નવી પેનલને આપવામાં આવે તેવી સંભાવના છે.

કોણ પસંદ કરશે કોચ?
ગલ્ફ ન્યૂઝના મતે આ વખતે બીસીસીઆઈ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની એડવાઇઝર કમિટીને નવા કોચ પસંદ કરવાની જવાબદારી આપે તેવી સંભાવના ઓછી છે. ગત વખતે આ કમિટીએ રવિ શાસ્ત્રીની પસંદગી કરી હતી. જોકે આ વખતે નવા કોચની પસંદગી કરવાની જવાબદારી કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીને આપવામાં આવી શકે છે. આ ત્રણેયે મહિલા ટીમના કોચની પસંદગી કરી હતી.

આ પણ વાંચો - હાર બાદ ભારતીય ટીમમાં તડાં, વિરાટ અને રોહિતના જૂથમાં વહેંચાયા ખેલાડીઓ!

શાસ્ત્રીને થશે હકાલપટ્ટી?
શાસ્ત્રી જુલાઈ 2017માં ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. તેમનો કોન્ટ્રાક્ટ વર્લ્ડ કપ 2019નો સુધીનો હતો. વર્લ્ડ કપમાં પરાજય પછી એવું લાગી રહ્યું છે કે તેમના કોન્ટ્રાક્ટને રિન્યૂ કરવામાં આવશે નહીં. આ વર્ષે માર્ચમાં જ બીસીસીઆઈના કેટલાક અધિકારીઓએ આ વાતનો સંકેત આપ્યો હતો કે બોર્ડ કોચ માટે નવી જાહેરાત આપશે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શાસ્ત્રી ફરી એક વખત કોચ પદ માટે અપ્લાય કરશે કે પછી પાછળ હટી જશે. તેમાં કોઈ બે મત નથી કે વિરાટે ઘણી વખત શાસ્ત્રીની પ્રશંસા કરી છે પણ હવે વર્લ્ડ કપમાં પરાજય પછી સમીકરણ બદલી શકે છે. બીસીસીઆઈના મોટા અધિકારીઓ પણ શાસ્ત્રીનો વિરોધ કરી રહ્યા છે.સંજય બાંગરની પણ થઈ શકે છે હકાલપટ્ટી
ટીમ ઇન્ડિયાના સહાયક કોચ સંજય બાંગર વિશે ભારતીય ક્રિકેટ બોર્ડના કેટલાક લોકોનો મત છે કે તેણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી નથી. બોલિંગ કોચ ભરત અરુણની આગેવાનીમાં બોલરોએ શાનદાર કામ કર્યું છે. ફિલ્ડિંગ કોચ આર.શ્રીધરની હાજરથી ટીમની ફિલ્ડિંગ ઘણી સુધરી છે. આ વાત બેટિંગ બાબતે કહી શકાય નહીં. જેથી સંજય બાંગરની પણ હકાલપટ્ટી થઈ શકે છે.
First published: July 13, 2019
વધુ વાંચો
अगली ख़बर