નીતા અંબાણી NBAને સેરેમોનિયલ “મેચ બોલ” આપશે

News18 Gujarati
Updated: October 3, 2019, 5:54 PM IST
નીતા અંબાણી NBAને સેરેમોનિયલ “મેચ બોલ” આપશે
નીતા અંબાણી બાળકો સાથે

નીતા અંબાણીએ કહ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશનને ભારતમાં એનબીએને લાવવાનો અને સ્ટેડિયમમાં જીવંત રમત જોવાની ઉત્કૃષ્ટ તક બાળકોને પ્રદાન કરવા પર ગર્વ છે

  • Share this:
રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીને ઇન્ડિયા પેસર્સ અને સેક્રેમેન્ટો કિંગ્સની વચ્ચેની મેચ અગાઉ 4 ઑક્ટોબરનાં રોજ એનબીએ(NBA)નાં અધિકારીઓને ‘મેચ બોલ’ પ્રસ્તુત કરવાનું સન્માન મળશે. આ સેરેમોનિયલ મેચ બોલ સુપરત કરવાની વિધિ ભારતમાં સૌપ્રથમ એન.બી.એ. મેચ યોજીને એન.બી.એ.ને દેશમાં સ્વાગત કરવા માટેનું પ્રતિક છે.

પ્રિ-સિઝન ગેમ્સ (Pre-season games) માટે ભારતમાં એનબીએ સાથે, રિલાયન્સ ફાઉન્ડેશન (reliance Foundation) તેની પાયાની પહેલ રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર એનબીએ પ્રોગ્રામ દ્વારા લીગ સાથે એની મહત્ત્વપૂર્ણ જોડાણનાં 6 વર્ષની ઉજવણી કરી છે.

આજે આ પહેલને વિશ્વનો સૌથી મોટો જૂનિયર પ્રોગ્રામ ગણવામાં આવે છે, જે 20 રાજ્યોમાં 34 શહેરોમાંથી 11 મિલિયન બાળકો સુધી પહોંચ ધરાવે છે, તેમજ શારીરિક શિક્ષણમાં બાસ્કેટબોલને સામેલ કરીને યુવાનોને સ્વસ્થ, સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરે છે.

આ ઉજવણીનાં ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશને 4 ઑક્ટોબરનાં રોજ એનએસસીઆઈ, ડોમ ખાતે ભારતમાં આયોજિત સૌપ્રથમ એનબીએ મેચ લાઇવ જોવાની તક આપવા એનાં જૂનિયર એનબીએ પ્રોગ્રામનાં બાળકોને સ્ટેડિયમમાં આમંત્રણ આપ્યું છે.

નીતા અંબાણીએ કહ્યું હતું કે, “રિલાયન્સ ફાઉન્ડેશનને ભારતમાં એનબીએને લાવવાનો અને સ્ટેડિયમમાં જીવંત રમત જોવાની ઉત્કૃષ્ટ તક બાળકોને પ્રદાન કરવા પર ગર્વ છે. આ એનબીએ સાથેનું અમારું જોડાણ ખૂબ જ સફળ રહ્યું છે. હું ભારતીય બાસ્કેટબોલમાં વિશ્વાસ રાખવા બદલ અને આ અદભૂત યાત્રામાં સાથી બનવા બદલ એમનો આભાર માનું છું.”

નવું ભારત પ્રગતિનાં પંથે છે અને વિવિધ રમતોમાં સારાં ખેલાડીઓ આગળ આવી રહ્યાં છે. 600 મિલિયનથી વધારે ભારતીયોની વય 25 વર્ષથી ઓછી હોવાની સાથે ભારત યુવા રાષ્ટ્ર છે અને હું દ્રઢપણે માનું છું કે, ભારતીય રમતગમતનું ભવિષ્ય ઉજ્જવળ, આશાસ્પદ અને પ્રેરક છે.” 
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading