નીતા અંબાણીએ વિશ્વના સ્પોર્ટ્સ નેતાઓને ભારત આવવા આહવાન કર્યું

ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ઓલિમ્પિક્સ, ફિફા વર્લ્ડ કપ, પ્રીમિયમ લીગ જેવી અન્ય ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે કન્ઝ્યુમર માર્કેટમાં અભૂતપૂર્વ વધારો થયો છે.

News18 Gujarati
Updated: October 10, 2019, 5:02 PM IST
નીતા અંબાણીએ વિશ્વના સ્પોર્ટ્સ નેતાઓને ભારત આવવા આહવાન કર્યું
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના પહેલા ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણી
News18 Gujarati
Updated: October 10, 2019, 5:02 PM IST
ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (આઇઓસી)ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં (Reliance Foundation) સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ (Nita Ambani) રમતજગતમાં આંતરરાષ્ટ્રીય આગેવાનોને (Sports Leaders) ભારતને પુષ્કળ તકોનો દેશ ગણવા અપીલ કરી હતી અને તેમને વિશ્વનાં યુવાન રાષ્ટ્રમાં ઝડપથી વિકસતી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

વિશ્વમાં સૌથી પ્રતિષ્ઠિત ગ્લોબલ સ્પોર્ટ્સ લીડર્સ કોન્ક્લેવ લીડર્સ વીક 2019 લંડનમાં ‘ઇન્સ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સઃ ધ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી’ વિષય પરના કિ-નોટ સ્પીચમાં નીતા અંબાણીએ યુવા ભારત રમતજગતની દુનિયામાં કેવી રીતે હરણફાળ ભરે છે અને સ્પોર્ટિંગ પાવરહાઉસ બનવા સજ્જ છે એની ઝાંખી રજૂ કરી હતી. ભારત એક અબજથી વધારે વસતિ ધરાવતો દેશ છે, જેમાં 600 મિલિયનથી વધારે લોકોની વય 25 વર્ષથી ઓછી છે તેમજ દેશ સૌથી વધુ ઝડપથી અર્થતંત્ર ધરાવે છે.

અંબાણીએ કહ્યું હતું કે, “1.3 અબજ લોકો ધરાવતો દેશ આંતરરાષ્ટ્રીય મંચ પર ટોચનાં મેડલવિજેતા દેશોમાં સ્થાન ન મેળવી શકે એનું કોઈ કારણ નથી. મને આશા છે અને મારું સ્વપ્ન છે કે, ભારત દુનિયામાં ઓલમ્પિક્સ અને ફિફા વર્લ્ડ કપ જેવી સૌથી વધુ આઇકોનિક સ્પોર્ટિંગ ચેમ્પિયનશિપમ જેવી કેટલીકનું આયોજન કરે. હું દરેકને અમારી સાથે સામેલ થવા અને મહાન ભારતીય સ્વપ્ન – ભારતની તકો - માં જોડાવા અપીલ કરું છું.”

અંબાણીએ ભારતમાં રમતગમત ક્ષેત્રમાં રહેલી તકો રજૂ કરતાં કહ્યું હતું કે, “અત્યારે ભારતમાં તમામ રમતો માટે સૌથી વધુ સાનુકૂળ, પ્રોત્સાહનજનક અને પ્રેરક વાતાવરણ જોવા મળે છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. ભારત ખરાં અર્થમાં દુનિયામાં સૌથી નવું અને યુવાન સ્પોર્ટિંગ પાવરહાઉસ બની રહ્યું છે. રમતગમતનાં ક્ષેત્રમાં ઝડપથી સ્થિતિસંજોગો બદલાઈ રહ્યાં છે, જેની સાથે લોકશાહી, વિવિધતા, વિકાસ અને વસતિની ક્ષમતાનો સુભગ સમન્વય થયો છે. અમને સ્વતંત્ર, મુક્ત, ઉદાર અને લોકશાહી સમાજ પર ગર્વ છે તથા નવું ભારત તમારું બધાનું સ્વાગત કરવા આતુર છે.” આ કોન્ક્લેવમાં ગ્લોબલ બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરતાં 300થી વધારે ઔદ્યોગિક આગેવાનો ઉપસ્થિત હતાં.

ભારતને રમતપ્રેમીઓને દેશ ગણાવીને શ્રીમતી અંબાણીએ એ હકીકત દર્શાવી હતી કે, ભારત 2019માં ક્રિકેટ વિશ્વકપમાં વિજય મેળવી શક્યો ન હોવા છતાં 180 મિલિયનથી વધારે ભારતીય દર્શકોએ ઇંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ફાઇનલ જોઈ હતી, ત્યારે બ્રિટનમાં ફક્ત 15 મિલિયન લોકોએ જોઈ હતી. તેમણે કહ્યું હતું કે, “તમે વિચારો કે ભારત ફાઇનલમાં આવ્યું હોત, તો આ વ્યૂઅરશિપનો આંકડો કેટલે પહોંચ્યો હતો.”

ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ઓલિમ્પિક્સ, ફિફા વર્લ્ડ કપ, પ્રીમિયમ લીગ જેવી અન્ય ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે કન્ઝ્યુમર માર્કેટમાં અભૂતપૂર્વ વધારો થયો છે. વર્ષ 2018માં 800 મિલિયન ભારતીયોએ ફક્ત ટીવી પર જ આ ટુર્નામેન્ટ્સ જોઈ હતી. વળી ક્રિકેટની સાથે ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, રેસ્લિંગ અને કબડ્ડી જેવી રમતમાં ઘણી પ્રોફેશનલ લીગ બહાર આવી છે.
Loading...

અંબાણીએ કહ્યું હતું કે, “અમારો શાળાઓ અને કોલેજો માટે આરએફ યૂથ સ્પોર્ટ્સ પ્રોગ્રામ 9 મિલિયન બાળકોને આંબી ગયો છે. રિલાયન્સ ફાઉન્ડેશન જૂનિયર એનબીએ પ્રોગ્રામથી 11 મિલિયન બાળકોને અસર થઈ છે. સંપૂર્ણપણે જોઈએ તો તમામ રમતોમાં રિલાયન્સ ફાઉન્ડેશન દેશભરમાં 21.5 મિલિયનથી વધારે બાળકોનાં જીવનને સ્પર્શે છે.”

પોતાનાં પ્રવચનનાં અંતે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ત્રણ ઉદ્દેશો હાંસલ કરવા છે – કોઈ બાળક રમતથી વંચિત ન રહે અને ‘રાઇટ ટૂ સ્પોર્ટ’ને મૂળભૂત અધિકારી તરીકે જાહેર કરવામાં આવે, ભારત ગ્લોબલ સ્પોર્ટ્સ પાવરહાઉસ તરીકે બહાર આવે તથા દુનિયામાં શાંતિનાં માધ્યમ તરીકે સ્પોર્ટ્સ કામ કરે. આ રીતે તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ખેલો ઇન્ડિયા પ્રોગ્રામ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી ભારતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે એવું જણાવ્યું હતું.

 
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...