Home /News /sport /India vs Australia 3rd T-20: નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું - ટીમ ક્યાં નબળી છે?

India vs Australia 3rd T-20: નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી; કહ્યું - ટીમ ક્યાં નબળી છે?

નવ વર્ષે ઓસ્ટ્રેલીયાને હરાવ્યા બાદ રોહીત નાખુશ

India vs Australia 3rd T20: ભારતે ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદમાં રમાયેલી ત્રીજી ટી-20માં હરાવ્યું છે. આ સાથે જ ત્રણ મેચની સિરીઝને જીતી લીધી છે. પરંતુ આ જીત પછી પણ ભારતીય કપ્તાન રોહીત શર્મા ટીમના પ્રદર્શનને લઈ નાખુશ જોવા મળ્યા. તેમણે મેચ પછી જણાવ્યું કે, આજે ભારતીય ટીમ ક્યા કમજોર છે.

વધુ જુઓ ...
    નવી દિલ્લીઃ સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ અર્ધશતક બનાવી ભારતે હૈદરાબાદમાં ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી ભારતે 3rd ટી20 સિરીઝને 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતે નવ વર્ષ પછી હોમ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં હરાવ્યું છે. 2019માં રમાયેલી સિરીઝમાં ભારત બંને ટી20 હારી ગયું હતું. ત્યાં 2017-18માં સિરીઝ 1-1થી ટાઈ થઈ હતી. આ સિરીઝમાં ભારતને મોહાલીમાં થયેલા પ્રથમ મુકાબલામાં હાર મળી હતી. ત્યારબાદ ભારતે નાગપુર અને હૈદરાબાદમાં જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ ભારતીય કપ્તાન રોહિત શર્મા સિરીઝને લઈને ખુશ જોવા નથી મળ્યા. આજે પણ અવી ઘણી બાબતો છે, જ્યાં ટીમને સુધારાની જરૂર છે. મેચ પછી રોહીતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

    ઘણાં ખેલાડીઓએ જીત મેળવામાં યોગદાન આપ્યું


    રોહિત શર્માએ મેચ પછીની રજૂઆતમાં કહ્યું કે, ‘આ અમારા માટે મોટી તક હતી. અમે સારૂં રમવા માંગતા હતા અને એમાં અમે સફળ પણ રહ્યા છીએ. અમારા માટે સારી બાબત એ છે કે, ઘણા બોલરો અને બેટર્સે જીત મેળવામાં યોગદાન આપ્યું છે. અમે બધા ડ્રેસિંગ રૂમમાં બેસીને જોતા ત્યારે એક ટીમ તરીકે ખૂબ જ સારૂં લાગતું હતું. ઘણીવાર સારા પ્રદર્શન કરવામાં ખરાબ થઈ જાય છે. આ ટી20 ક્રિકેટ છે અને આમાં ભૂલ ઓછી થવી જોઈએ. મને લાગ્યું કે અમે તકનો ફાયદો ઉઠાવ્યો છે, અમે જોખમ લેવાથી પીછેહઠ કરી નથી. ઘણીવાર આ બાબત આપણા હાથમાં નથી પણ હોતી. પણ હા અમે આ મેચ સાથે આ શીખ લઈને જઈશું.’

    આ પણ વાંચોઃ નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ

    છેલ્લી ઓવરોમાં બોલિંગ સુધારવાની જરૂરઃ રોહિત


    ભારતે ભલે હૈદરાબાદ ટી-20 મેચ છ વિકેટથી જીતી હોય. પરંતુ અત્યારે ભારતીય ટીમને છેલ્લી ઓવરોની બોલિંગમાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે. આગામી ટૂંક સમયમાં ટી-20 વર્લ્ડ કપ આવી રહ્યો છે. આ માટે કપ્તાન રોહિત શર્માએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘અમે ભલે જીત્યા હોઈએ, પણ ઘણી જગ્યા એવી છે, ખાસ કરીને અમારી છેલ્લી ઓવરની બોલિંગ. જેમાં અત્યારે ઘણાં સુધારાની જરૂર છે. જોકે કપ્તાન રોહિતે હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બંને બોલરો ઘણાં સમયથી ટીમમાં વાપસી કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે, ઓસ્ટ્રેલિયાની સામે મિડલ અને લોઅર ઓર્ડરમાં બોલિંગ કરવી મુશ્કેલ છે. તે માટે હાલ આ મામલે વિચાર કર્યો નથી. આ બંને બોલર ઈજામાંથી સાજા થઈ પરત ફર્યા છે. આશા છે કે, આ ખેલાડીઓ ફરીથી પોતાની લયમાં રમવા લાગશે.’

    બુમરાહે પહેલી વાર 50 રન આપ્યા


    બુમરાહે હૈદરાબાદ ટી-20માં ચાર ઓવરમાં 50 રન આપ્યા છે. પોતાના ટી-20 કરિયરમાં પહેલીવાર બુમરાહે 50 રન આપ્યા છે. તેમણે કોઈ વિકેટ પણ નથી લીધી. આ પહેલાં 2016માં બુમરાહે લોડરહીલમાં વેસ્ટઈન્ડીઝની સામે 47 રન આપ્યા હતા. બીજી તરફ હર્ષલ પટેલ તો પોતાની 4 ઓવર કરી જ નથી શક્યા. તેમણે બે ઓવરમાં 18 રન આપ્યા. ભુવનેશ્વર કુમારે એકવાર ફરી 18મી ઓવર નાખી અને ફરી મોંઘા સાબિત થયા, તેમણે આ ઓવરમાં 21 રન આપ્યાં. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી પાંય ઓવરમાં 63 રન બનાવ્યા હતા.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: India vs australia, T20 match

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन