Home /News /sport /Rising India 2023: 'લગ્ન એ મહિલાઓના જીવનનો એક ભાગ છે, છેલ્લું લક્ષ્ય નથી', રાઇઝિંગ ઇન્ડિયાની ચેમ્પિયન મહિલા ખેલાડીઓ

Rising India 2023: 'લગ્ન એ મહિલાઓના જીવનનો એક ભાગ છે, છેલ્લું લક્ષ્ય નથી', રાઇઝિંગ ઇન્ડિયાની ચેમ્પિયન મહિલા ખેલાડીઓ

ન્યૂઝ18ની રાઇઝિંગ ઇન્ડિયા સમિટ-2023માં સાનિયા મિર્ઝા, શેફાલી વર્મા અને નિખત ઝરીન

News18 Rising India Summit: દેશની ચેમ્પિયન મહિલા ખેલાડીઓ સાનિયા મિર્ઝા, શેફાલી વર્મા અને નિખત ઝરીને કહ્યું કે, મહિલા ખેલાડીઓએ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લગ્ન એ સ્ત્રીઓના જીવનનો એક ભાગ છે, તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય નથી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: દેશની પ્રખ્યાત મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા (Sania Mirza), મહિલા ક્રિકેટર શેફાલી વર્મા (Shafali Verma) અને બોક્સર નિખાત ઝરીને (Nikhat Zareen) કહ્યું કે, મહિલા ખેલાડીઓએ પોતાનું ધ્યાન પોતાની કારકિર્દી પર કેન્દ્રિત કરવું જોઈએ. લગ્ન એ સ્ત્રીઓના જીવનનો એક ભાગ છે અને તેમના જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યું કે, જ્યારે તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે તેની સોસાયટીના લોકો તેની માતાને કહેતા હતા કે, તડકામાં રમવાથી તેની દીકરી કાળી થઈ જશે અને તેને લગ્ન કરવા માટે સારો છોકરો નહીં મળે.

ન્યૂઝ18ની રાઇઝિંગ ઇન્ડિયા સમિટ-2023 (News18 Rising India Summit 2023) માં આવી જ લાગણી વ્યક્ત કરતાં બોક્સર નિખત ઝરીને કહ્યું કે, લોકો કહેતા હતા કે જો તેનું નાક તૂટી જશે તો તેની સાથે કોણ લગ્ન કરશે. ક્રિકેટર શેફાલી વર્માએ કહ્યું કે, બાળપણમાં ગર્લ્સ ક્રિકેટ નહોતું. તેથી જ તેના પિતાએ તેના લાંબા વાળ કાપીને તેને છોકરાઓ જેવી બનાવી દીધી હતી. જેના કારણે તેને છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરવાનો મોકો મળ્યો હતો. તેનાથી તેની રમતમાં ઘણો સુધારો થયો હતો.

આ પણ વાંચો: ફિલ્મ બ્રહ્માસ્ત્ર ભાગ 2 અને 3 એકસાથે આવશે, જાણો ક્યારે થશે રિલીઝ?

શેફાલીએ કહ્યું કે, તેનો આખો પરિવાર સચિન તેંડુલકરનો મોટો ફેન છે. સચિનના આઉટ થયા બાદ તેના ઘરમાં ટીવી બંધ થઈ જતું હતું. રાઈઝિંગ ઈન્ડિયાના મંચ પર ક્રિકેટર શેફાલી વર્માએ કહ્યું કે, મહિલા પ્રીમિયર લીગ ખૂબ જ ફાયદાકારક છે. આમાંથી ઘણું શીખવા મળ્યું છે.

મહિલા ખેલાડી દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે વાત કરતી વખતે સાનિયા મિર્ઝાએ કહ્યું કે, 'મહિલા ખેલાડીને આગળ લાવવામાં, તેના પરિવારના ખુલ્લા વિચારોવાળા પુરુષોની મોટી ભૂમિકા હોય છે, જેને ઘણીવાર અવગણવામાં આવે છે.' ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સ્ટેજ પર કહ્યું કે, રાઇઝિંગ ઇન્ડિયાનું કે 'જેમ સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તેવી જ રીતે સફળ સ્ત્રીની પાછળ પણ પુરુષનો હાથ હોય છે.' પરંતુ લોકો અમારી સફળતાની વાર્તાઓમાંથી પ્રેરણા લે છે અને તેમના સપના પૂરા કરવા માટે કામ કરે છે.
First published:

Tags: #News18RisingIndia, News18 Rising India Summit, Rising India, Sania mirza, Sports news