ઓપરેશન ક્લીન બોલ્ડ: બિહાર-ઝારખંડ ક્રિકેટમાં 'ભ્રષ્ટાચાર' અંગે મોટો ખુલાસો

News18 Gujarati
Updated: February 20, 2019, 8:40 PM IST
ઓપરેશન ક્લીન બોલ્ડ: બિહાર-ઝારખંડ ક્રિકેટમાં 'ભ્રષ્ટાચાર' અંગે મોટો ખુલાસો
ઓપરેશન ક્લીન બોલ્ડમાં થયો ખુલાસો

ન્યૂઝ18 ઇન્ડિયાના 'ઓપરેશન ક્લીન બોલ્ડ'થી બિહાર અને ઝારખંડમાં ટીમની પસંદગીને લઇને ચાલી રહેલાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ન્યૂઝ18 ઇન્ડિયાના 'ઓપરેશન ક્લીન બોલ્ડ'થી ભારતીય ક્રિકેટ ખાસ કરીને બિહાર અને ઝારખંડમાં ટીમની પસંદગીને લઇને ચાલી રહેલાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. પાછલા કેટલાક દિવસોથી ઘણા દર્શકો, યુવા ખેલાડીઓ અને ક્રેકિટ સાથે જોડાયેલી હસ્તીઓ આ ઓપરેશન મુદ્દે ન્યૂઝ18 ઇન્ડિયા સાથે સંપર્ક કરી રહ્યાં છે. તેમનો એક જ સવાલ હતો કે આ ઓપરેશમાં શેનો પર્દાફાશ થવાનો છે.

એ સવાલોના જવાબ આપવાનો સમય આવી ગયો છે. આજે ન્યૂઝ18 ઇન્ડિયાએ ઓપરેશન ક્લીન બોલ્ડમાં તેનો ખુલાસો કર્યો છે. આ ઓપરેશનમાં ખુલાસો થયો કે કેવી રીતે પસંદગીકારો અથવા એસોસિએશનના સભ્યો યુવા ક્રિકેટર્સને ટીમમાં સ્થાન અપાવવાના બહાને ક્રિકેટ સાથે વિશ્વાસઘાત કરે છે. તેઓ ખેલાડીઓ પાસેથી 50 હજારથી લઇને કરોડ રૂપિયા સુધીની માગ પણ કરે છે.

આ ઓપરેશનમાં એ પણ ખુલાસો થયો છે કે, કેટલાક ખેલાડીઓને રમાડવા માટે તેમના નકલી દસ્તાવેજો પણ બનાવવામાં આવ્યા હતા. જોકે, તપાસ બાદ તે બધા નકલી નિકળ્યા છે.

આ દરમિયાન નીરજ કુમાર (પસંદગીકાર, બિહાર ક્રિકેટ એસોસિએશન) 'ઓપરેશન ક્લીન બોલ્ડ' હેઠળ એવું કહેતાં ગુપ્ત કેમેરામાં કેદ થયા કે, જો તમે આ રકમ આપશો તો આ સિઝનમાં તમે રણજી ટ્રોફી તો શું બધું રમી શકો છો. ટી20 હોય કે રજી ટ્રોફી અથવા પછી વન-ડે હોય... વિજય હજારે.

તેમણે કહ્યું કે, સિસ્ટમ તેને ધકેલી દે છે. કેમ કે, તેની પાછળ ગાંધીજી (રૂપિયા) લાગેલા છે. તેમણે દાવો પણ કર્યો કે, તે એક કરોડ રૂપિયા લીધા બાદ માત્ર બે મહિનાની અંદર કોઇ ક્રિકેટરને એ લાઇનમાં ઊભા કરી દેશે, જ્યાં ક્રિકેટના મોટા-મોટા સૂરમા ઊભા છે. ત્યાં જ નીરજ કુમારે 75 લાખ રૂપિયા આપવાના બદલામાં રણજી ટ્રોફી રમાડવાનું આશ્વાસન આપ્યું.

આટલું જ નહીં, નીરજ કુમારે આ દરમિયાન એક મોટો ખુલાસો પણ કર્યો કે બિહાર ક્રિકેટ એસોસિએશનના સચિવ રવિ શંકર પ્રસાદ સાથે તેમની વાત થઇ ગઇ છે અને ખેલાડીને 40 લાખ રૂપિયામાં એડઝસ્ટ કરી લેવામાં આવશે. આ દરમિયાન પાંચ લાખ નકલી દસ્તાવેજ બનાવવામાં લાગી જશે. ત્યાં જ રવિ શંકર સિંહના પોકેટમાં 35 લાખ જશે. તેમણે દિલ્હી એનસીઆરમાં એક ફ્લેટની પણ માગ કરી નાંખી.આ ઓપરેશનમાં અમલેશ કુમાર (સચિવ લાતેહાર ક્રિકેટ એસોસિએશન) પણ ગુપ્ત કેમેરામાં લાંચ લઇને ખેલાડીને ચાન્સ આપવાની વાત કહેતાં જોવા મળ્યાં. તેમણે દાવો કર્યો કે, પૈસાનો જોરે એક ખેલાડીને અંડર-16, અંડર-19, અંડર-23 જ નહીં પરંતુ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને આઇપીએલ જેવી ટૂર્નામેન્ટ રમાડવાનો રસ્તો સાફ કરી દેવાશે.

આ પણ વાંચો: PSLના પ્રસારણ માટે ભટકી રહ્યું છે પાકિસ્તાન, હવે કોણ બતાવશે આ મેચો?

ન્યૂઝ18 ઇન્ડિયાની અંડરકવર ટીમે રાંચી ક્રિકેટ એસોસિએશનના સચિવ મોહમ્મદ વસીમ સાથે પણ વાત કરી. તેમણે ખેલાડીને જિલ્લા સ્તર પર રમાડવા માટે 40 હજારથી 50 હજાર રૂપિયાની માગ કરી. જ્યારે રણજી ટ્રોફી રમવા માટે 4-5 લાખ રૂપિયાની માગ કરી. ઉપરાંત તેમણે ઝારખંડથી નકલી દસ્તાવેજ બનાવવાનું આશ્વાસન પણ આપ્યું. રસપ્રદ વાત એ છે કે, આ દરમિયાન આધાર કાર્ડથી લઇને વોટર કાર્ડ પણ બની જાય છે.

આ ઓપરેશન અંગે પ્રતિક્રિયા આપતાં આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, ઓપરેશન ક્લીન બોલ્ડમાં જે બતાડવામાં આવી રહ્યું છે તે ક્રિકેટ માટે દુ:ખની વાત છે. અમે આ મામલે તપાસ કરીશું અને જે દોષી હશે તેને છોડીશું નહીં. જ્યારે આ મામલે પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપ્યું હતું.

ઓપરેશન ક્લીન બોલ્ડ દરમિયાન ન્યૂઝ18 ઇન્ડિયાના સ્ટૂડિયોમાં હાજર ક્રિકેટ એક્ટિવિસ્ટ આદિત્ય વર્માએ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર માટે વિનોદ રાયને જવાબદાર ગણાવ્યા છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે, બિહારમાં પૈસાની તાકાતે ખેલાડી નકલી દસ્તાવેજ પર રમે છે. હું આ વાતની ફરિયાદ વિનોદ રાયને કરી ચૂક્યો છું, પણ આ અંગે કોઇ તપાસ થઇ નથી.

બિહાર રણજી ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ કુમારે એસોસિએશનના અધિકારીઓ પર લાંચ લઇને રમાડવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું, આ રણજી સિઝનમાં બિહારના 40થી વધુ ખેલાડીઓને રમાડવામાં આવ્યા છે. તે મોટી વાત છે. સાચું કહું તો આ સીધો જ ભ્રષ્ટાચારનો મામલો છે.

ન્યૂઝ18 ઇન્ડિયાના મેનેજિંગ એડિટર પ્રબલ પ્રતાપ સિંહે બીસીસીઆઇને રજૂઆત કરી છે કે, જેમનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી સખત કાર્યવાહી કરવી જોઇએ. ત્યાં જ ન્યૂઝ18 ઇન્ડિયાના સ્પોર્ટ્સ એડિટર વિમલ કુમારે આના મૂળ માત્ર દિલ્હીમાં જ નહીં પણ નોર્થ ઇસ્ટમાં ફેલવાની વાત કહી છે.

આટલું જ નહીં, વરિષ્ઠ પત્રકાર પ્રદીપ મેગઝીન અને અયાઝ મેનને આ ઓપરેશનમાં થયેલા ખુલાસા અંગે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદીપે કહ્યું કે, આ ક્રિકેટ માટે શર્મજનક છે. જ્યારે મેનને આને બીસીસીઆઇ માટે ડાઘ ગણાવ્યો છે. ત્યાં જ ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર રાજેશ ચૌહાણે ક્રિકેટ પ્રશાસનને વધુ પારદર્શક બનાવવા પર જોર મૂક્યો છે.

આ ઓપરેશનને લઇને પૂર્વ બીસીસીઆઇ સચિવ નિરંજન શાહે કહ્યું કે, બોર્ડે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ. આ બીસીસીઆઇની શાખનો સવાલ છે.

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પણ ક્રિકેટમાં ભ્રષ્ટાચાર માટે બીસીસીઆઇ અને વિનોદ રાય પર નિશાન સાધ્યું છે. સાથે જ તેમણે દિલ્હી ક્રિકેટમાં 400 કરોડના કૌભાંડનો હવાલો આપતાં કહ્યું કે, મેં આ કૌભાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને મને જ સાફ કરી દેવામાં આવ્યો. પરંતુ હું ઝુક્યો નથી. ક્રિકેટમાં ભ્રષ્ટાચારનો સિલસિલો બહુ જૂનો છે. આની વિરુદ્ધ બધાએ અવાજ ઉઠાવવો જોઇએ.

 
First published: February 20, 2019, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading