બે મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ

ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલી જેનસન અને ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટીમ મેલબોર્ન સ્ટાર્સની બોલર નિકોલા હેનકોકે લગ્ન કરી લીધા

News18 Gujarati
Updated: April 18, 2019, 6:42 PM IST
બે મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન, સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ
તસવીર - ટ્વિટર
News18 Gujarati
Updated: April 18, 2019, 6:42 PM IST
ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલી જેનસન અને ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટીમ મેલબોર્ન સ્ટાર્સની બોલર નિકોલા હેનકોકે લગ્ન કરી લીધા છે. આ બંને મહિલા ક્રિકેટરના લગ્ન ગત સપ્તાહે થયા હતા.જેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મેલબોર્ન સ્ટાર્સે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ બંને ખેલાડીઓને લગ્નના અભિનંદન પાઠવ્યા છે.

હેલી જેનસન ન્યૂઝીલેન્ડની ફાસ્ટ બોલર છે. જે કિવી ટીમ તરફથી 7 વન-ડે અને 20 ટી-20 મેચ રમી ચૂકી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની નિકોલા હેનકોકે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું નથી પણ તે મેલબોર્ન સ્ટાર્સ તરફથી બિગ બેશ લીગમાં રમે છે.


Loading...

બે મહિલા ક્રિકેટરે લગ્ન કર્યા હોય તેવી પ્રથમ ઘટના નથી.આ પહેલા દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમની ઓલરાઉન્ડર ડેન વેન નિકર્ક અને ફાસ્ટ બોલર મારિજાને કેપે ગત વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં દક્ષિણ આફ્રિકાની મોટાભાગની મહિલા ક્રિકેટર હાજર રહી હતી. કેપ્ટન વેન નિકર્ક વન-ડેમાં દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધારે વિકેટ ઝડપનાર બોલર છે. 2017-18 સિઝનમાં તેને સીએસએ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો. 
View this post on Instagram
 

❤️❤️❤️


A post shared by Marizanne Kapp (@kappie777) on
First published: April 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...