Home /News /sport /4th ODI: માત્ર 88 બોલમાં જ જીત્યું ન્યૂઝીલેન્ડ, ભારતની સૌથી મોટી હાર, જુઓ સ્કોરબોર્ડ

4th ODI: માત્ર 88 બોલમાં જ જીત્યું ન્યૂઝીલેન્ડ, ભારતની સૌથી મોટી હાર, જુઓ સ્કોરબોર્ડ

ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ

ભારતે આપેલા સાવ નજીવા ટાર્ગેટને ન્યૂઝીલન્ડે માત્ર 14.4 ઓવરમાં જ સર કરી લીધો હતો. આમ ભારત 212 બોલ પહેલા જ મેચ હારી ગયું છે.

    ન્યૂઝ18ગુજરાતીઃહેમિલ્ટનના સેડાન પાર્કમાં રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે કારમી હાર આપી છે. ન્યૂઝીલેન્ડે પહેલા બોલિંગ કરીને ભારતને 92 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે આપેલા સાવ નજીવા ટાર્ગેટને ન્યૂઝીલન્ડે માત્ર 14.4 ઓવરમાં જ સર કરી લીધો હતો. આમ ભારત 212 બોલ પહેલા જ મેચ હારી ગયું છે. ભારતની આ હાર વનડે ક્રિકેટમાં બોલની રીતે સૌથી ખરાબ હાર છે. જોકે, ન્યૂઝીલેન્ડ સિરિઝ પહેલા જ ગુમવી બેઠી છે. ભારત પાંચ મેચની શ્રેણીમાં 3-1થી આગળ છે.

    ભારતીય ટીમની બેટિંગની વાત કરીએ તો સૌથી પહેલા શિખર ધવન છ ઓવરમાં 13 રન બનાવીને આઉટ થયા હતા. ટ્રેન્ટ બોલ્ટની અંદર આવતી બોલ પર તેઓ LBW આઉટ થાય હતા. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા 7 રન બનાવીને આઉટ થયો હતો. બે વિકેટ ઝડપથી ગુમાવ્યા બાદ રાયડૂ ક્રીઝ ઉપર આવ્યો હતો. જોકે તે ખાતું ખોલાવ્યા વગર જ ગ્રાન્ડહોમનો શિકાર બની ગયો હતો. કાર્તિકનો પણ એવો જ હાલ થયો હતો. ગીલે પણ માત્ર 9 રન બનાવ્યા છે. પાંડ્યાએ પણ 16 રન બનાવ્યા હતા. જાધવ 1 રન જ બનાવી શક્યા હતા.

    ન્યૂઝીલેન્ડા બોલર ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધારે 5 વિકેટો લીધી હતી. જ્યારે ગ્રાન્ડહોમે ત્રણ વિકેટ, ટોડ એલ્સે 1 વિકેટ અને જેમ્સ નિશમે પણ એક વિકેટ લીધી હતી.

    સ્કોર બોર્ડ

    ભારતની બેટિંગ
    ખેલાડીનું નામ  બોલ  રન
    રોહિત શર્મા  23  07
    શિખર ધવન  20  13
    શુભમન ગીલ  21  09
    અંબાતી રાયડુ  04  00
    દિનેશ કાર્તિક  03  00
    કેદાર જાધવ  07  01
    હાર્દિક પંડ્યા  20  16
    ભુવનેશ્વર કુમાર 12 01
    કુલદિપ યાદવ  33  15
    યુજવેન્દ્ર ચહલ  37  18
    ખાલીલ અહેમદ 05  05
    એક્સ્ટ્રા 7 રન મળ્યા

    ન્યૂઝીલેન્ડની બોલિંગ

    ખેલાડી   રન   વિકેટ
    માત હેનરી 30 00
    ટ્રેન્ટ બોલ્ટ  21 05
    ગ્રાન્ડહોમ  26  03
    તોડ એસ્ટ્લે  09  01
    જેમ્સ નિશામ  05 01

    ન્યૂઝીલેન્ડની બેટિંગ

    ખેલાડી                બોલ  રન
    માર્ટિન ગુપ્ટીલ  04 14
    હેનરી નિકોલ્સ  42 30
    કેન વિલિયમસન 18 11
    રોસ ટેયલર            25 37
    એક્સ્ટ્રા 1 રન મળ્યો

    ભારતની બોલિંગ

    ખેલાડી રન વિકેટ

    ખેલાડી      રન   વિકેટ
    ભુવનેશ્વર કુમાર 25 02
    ખલીલ અહેમદ 19 00
    હાર્દિક પંડ્યા 15 00
    યુજવેન્દ્ર ચહલ 32 00
    કુલદીપ યાદવ 02 00
    Published by:ankit patel
    First published:

    Tags: Cricket Score, India vs new zealand

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन