Home /News /sport /

NZ vs SL: શ્રીલંકાનો ધબડકો, ન્યૂઝીલેન્ડનો 10 વિકેટે વિજય

NZ vs SL: શ્રીલંકાનો ધબડકો, ન્યૂઝીલેન્ડનો 10 વિકેટે વિજય

શ્રીલંકા 136માં આઉટ, ન્યૂઝીલેન્ડે 16.1 ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો, ગુપ્ટિલના 73*, મૂનરોના 58* રન

શ્રીલંકા 136માં આઉટ, ન્યૂઝીલેન્ડે 16.1 ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો, ગુપ્ટિલના 73*, મૂનરોના 58* રન

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ માર્ટિન ગુપ્ટિલ (73*) અને કોલિન મૂનરોની અણનમ અડધી સદી (58)ની મદદથી ન્યૂઝીલેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 29.2 ઓવરમાં 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 16.1 ઓવરમાં વિના વિકેટે 137 રન બનાવી જીત મેળવી લીધી હતી. ગુપ્ટિલે 51 બોલમાં 73 અને મૂનરોએ 47 બોલમાં 58 રન બનાવ્યા હતા. બન્ને અણનમ રહ્યા હતા.

    માર્ટિન ગુપ્ટિલે 39 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા. જ્યારે મૂનરોએ 41 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે 50 રન પૂરા કર્યા હતા.

    અગાઉ  થિરીમાને 4, કુશાલ પરેરા 29 અને કુશાલ મેન્ડિસ 00 રને આઉટ થતા શ્રીલંકાની શરુઆત ખરાબ રહી હતી. શ્રીલંકાએ 46 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ડી સિલ્વા પણ ખાસ ઝળકી ન શકતા 4 રન બનાવી ફર્ગ્યુશનનો શિકાર બન્યો હતો.  શ્રીલંકાએ 53 રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી.

    એન્જલો મેથ્યુસ 00 રને અને જીવન મેન્ડિસ 1 રને આઉટ થતા શ્રીલંકાએ 60 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શ્રીલંકાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા સ્કોર 8 વિકેટે 114 થયો હતો. શ્રીલંકા તરફથી એકમાત્ર કેપ્ટન કરુણારત્નેએ લડાયક બેટિંગ કરતા અણનમ 54 રન બનાવ્યા હતા.

    ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને ફર્ગ્યુસને સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.

    ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કિવી ટીમમાં સાઉથી અને હેનરી નિકોલ્સને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી. આ બંને ફિટનેસથી ઝઝુમી રહ્યા છે.

    બંને ટીમો આ પ્રમાણે છે

    ન્યૂઝીલેન્ડ - કેન વિલિયમ્સન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, કોલિન મૂનરો, રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમી, લોકી ફગ્યુશન, ટોમ લાથમ, જિમી નિશામ, મેટ હેનરી, મિચેલ સાન્તેનર.

    શ્રીલંકા - દિમુથ કરુણારત્ને (કેપ્ટન), લાહિરુ થિરીમાને, એન્જલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, કુશાલ પરેરા, કુશાલ મેન્ડિસ, લસિથ મલિંગા, સુરંગા લકમલ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket world cup 2019, ICC Cricket World Cup 2019, Live Cricket Match, Live Cricket Score, Live Cricket Score Updates, World cup 2019, આઇસીસી

    આગામી સમાચાર