પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે વિજય, સેમિ ફાઇનલની આશા જીવંત

ન્યૂઝીલેન્ડનો આ વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય, બાબર આઝમની સદી

ન્યૂઝીલેન્ડનો આ વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય, બાબર આઝમની સદી

 • Share this:
  બોલરોના શાનદાર પ્રદર્શન પછી બાબર આઝમની સદી (101*) અને હરિસ સોહેલ (68)ની અડધી સદીની મદદથી પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 237 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 49.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

  આ જીત સાથે પાકિસ્તાને સેમિ ફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. પાકિસ્તાનના 7 મેચમાં 7 પોઇન્ટ છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના 7 મેચમાં 11 પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડનો આ વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય થયો છે. બાબર આઝમ અને સોહેલ 116 રનની ભાગીદારી કરી જીત અપાવી હતી. ઇમામ ઉલ હકે 19, ફખર ઝમાને 9 અને મોહમ્મદ હફિઝે 32 રન બનાવ્યા હતા.

  અગાઉ ન્યૂઝીલેન્ડે એકસમયે  83 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી લાગતું હતું કે ન્યૂઝીલેન્ડ 150નો સ્કોર પણ વટાવશે નહીં. જોકે ગ્રાન્ડહોમી અને નિશામે છઠ્ઠી વિકેટ માટે 132 રનની ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર 238 સુધી લઈ ગયા હતા.

  નિશામે 112 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 97 રન બનાવ્યા હતા. ત્રણ રન માટે વન-ડે કારકિર્દીની પ્રથમ સદીથી વંચિત રહ્યો હતો. ગ્રાન્ડહોમીએ 71 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 64 રન બનાવ્યા હતા. આ સિવાય વિલિયમ્સને 41 રન બનાવ્યા હતા. મૂનરો 12, ગુપ્ટિલ 5 , ટેલર 3 અને લથામ 1 રને આઉટ થયા હતા.

  પાકિસ્તાન તરફથી શાહિન શાહ આફ્રિદીએ 3 વિકેટ, જ્યારે મોહમ્મદ આમિર અને શાદાબ ખાને 1-1 વિકેટ ઝડપી હતી.
  Published by:Ashish Goyal
  First published: