ન્યૂઝીલેન્ડ ફાયરિંગ: બાંગ્લાદેશ - ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલથી શરૂ થનારી ટેસ્ટ મેચ રદ

News18 Gujarati
Updated: March 15, 2019, 10:17 AM IST
ન્યૂઝીલેન્ડ ફાયરિંગ: બાંગ્લાદેશ - ન્યૂઝીલેન્ડ વચ્ચે કાલથી શરૂ થનારી ટેસ્ટ મેચ રદ
પ્લેયર્સને બસમાંથી બહાર આવવાની મનાઈ કરવામાં આવી. થોડા સમય બાદ પ્લેયર્સ દોડીને જીવ બચાવી મેદાન પર પહોંચ્યા

પ્લેયર્સને બસમાંથી બહાર આવવાની મનાઈ કરવામાં આવી. થોડા સમય બાદ પ્લેયર્સ દોડીને જીવ બચાવી મેદાન પર પહોંચ્યા

  • Share this:
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચને બે મસ્જિદો પર થયેલા ગોળીબારમાં 27 લોકોના મોત થવાની આશંકા છે. અહેવાલો મુજબ જ્યારે બે મસ્જિદોમાં જે સમયે ગોળીબાર થઈ રહ્યો હતો ત્યારે બાંગ્લાદેશના અનેક ક્રિકેટર પણ ત્યાં ફસાઈ ગયા. ક્રિકેટર કોઈક રીતે પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા.

બાંગ્લાદેશની ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ છે. કાલથી અહીં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની હતી. પરંતુ હવે આ મેચને રદ કરવામાં આવી છે.

 મળતા અહેવાલો મુજબ, બાંગ્લાદેશની ટીમ પ્રેક્ટિસ માટે મેદાન જઈ રહી હતી ત્યારે નજીકમાં જ આવેલી મસ્જિદમાં ગોળીબાર થઈ રહ્યો હતો. પ્લેયર્સને બસમાંથી બહાર આવવાની મનાઈ કરવામાં આવી. થોડા સમય બાદ પ્લેયર્સ દોડીને જીવ બચાવી મેદાન પર પહોંચ્યા.આ પણ વાંચો, ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં ગોળીબાર : બાગ્લાંદેશની ક્રિકેટ ટીમે મોતને સાક્ષાત નજરે જોયું

આ પણ વાંચો, ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં અંધાધૂંધ ગોળીબાર, 27 લોકોનાં મોત, હુમલાખોરે ફેસબુક લાઇવ કર્યું
First published: March 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading