Viral Video: ન્યૂઝીલેન્ડના પ્રશંસકે 'ભારત માતા કી જય'નો નારો લગાવ્યો

News18 Gujarati
Updated: January 28, 2020, 2:22 PM IST
Viral Video: ન્યૂઝીલેન્ડના પ્રશંસકે 'ભારત માતા કી જય'નો નારો લગાવ્યો
ટીમ ઈન્ડિયાના પ્લેયરે સિક્સર મારી તો ન્યૂઝીલેન્ડના પ્રશંસકે પણ 'ભારત માતા કી જય'નો નારો લગાવ્યો

ટીમ ઈન્ડિયાના પ્લેયરે સિક્સર મારી તો ન્યૂઝીલેન્ડના પ્રશંસકે પણ 'ભારત માતા કી જય'નો નારો લગાવ્યો

  • Share this:
ઑકલેન્ડ : ભારત અને ન્યૂઝીલેન્ડ (India vs New Zealand)ની વચ્ચે બુધવારે ત્રીજી ટી-20 મેચ રમાઈ રહી છે. આ સીરીઝમાં ભારત 2-0થી આગળ ચાલી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ન્યૂઝીલેન્ડનો એક પ્રશંસક 'ભારત માતા કી જય'નો નારો લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને 'ભૈયાજી' નામના એક વ્યક્તિએ ટ્વિટ કર્યો છે.

આ વીડિયો ઑકલેન્ડ (Auckland)માં રમાયેલી બીજી ટી-20 મેચ દરમિયાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યાં મેચ જોવા માટે બંને ટીમના સમર્થકો બેઠા હતા. આ દરમિયાન ભારતીય પ્રશંસકોની સાથે ન્યૂઝીલેન્ડનો એક પ્રશંસક પણ બેઠેલો હતો. ટીમ ઈન્ડિયાએ જ્યારે સિક્સર મારી તો સ્ટેડિયમમાં 'ભારત માતા કી જય'ના નારા ગૂંજવા લાગ્યા. આ દરમિયાન ભારતીય પ્રશંસકો કીવી પ્રશંસકથી 'ભારત માતા કી જય' બોલવા માટે કહે છે. તે વ્યક્તિ પણ જોશમાં આવીને 'ભારત માતા કી જય' નારો લગાવે છે.

આ વીડિયોને ભૈયાજી નામના ટ્વિટર યૂઝરે શૅર કરી છે. ત્યારબાદ તેને ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 1300થી વધુ વાર રિટ્વિટ કરવામાં આવી ચૂક્યો છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે જેને જોઈને તમે પણ ખુશ થઈ જશો.

માર્ટિન ગપ્ટિલનો વીડિયો પણ થયો હતો વાયરલ

નોંધનીય છે કે, આ પહેલા ન્યૂઝીલેન્ડના આપનિંગ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ભારતીય બોલર યુજવેન્દ્ર ચહલને મજાકમાં હિન્દીમાં ગાળ આપતો જોવા મળી રહ્યો છે. જોકે તેનો ભારતીય પ્રશંસકોએ યોગ્ય જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો, કેએલ રાહુલને મેન ઑફ ધ મેચ આપતાં જાડેજાએ સવાલ ઉઠાવ્યા! કહ્યું- મેચ તો બોલરોએ જીતાડી
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading