ન્યૂઝીલેન્ડના સ્ટાર ઑલરાઉન્ડર ક્રિસ ક્રેન્સ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર, ઑસ્ટ્રેલિયામાં જીવન-મરણ વચ્ચે જંગ

ક્રિસ ક્રેન્સની ફાઇલ તસવીર (તસવીર AP)

Chris Crains Health : ન્યૂઝીલેન્ડના પૂર્વ ઑલરાઉન્ડ ક્રિસ ક્રેન્સની હાલત નાઝુક છે. તેમને ઑસ્ટ્રેલિયાની હૉસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમની ધમણીનું પડ ફાટી ગયું છે. ત્યારબાદ ગત અઠવાડિયા તેમને ઑસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરાની હૉસ્પિટલમા રાખવામાં આવી રહ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડના પૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ક્રેન્સ (Chris Cairns)ની હાલત નાજુક (Health of Chris Cairns) છે. તેમન ઑસ્ટ્રેલિયાની (Australia) હૉસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 51 વર્ષના ક્રિસની મુખ્ય ધમણીનું અંદરનું પડ ફાટી ગયું છે. ત્યારબાદ તેમને ગત અઠવાડિયા ઑસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રિસ ક્રેન્સની સર્જરી થઈ ગઈ છે અને તેઓ જિંદગી મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. જોકે, તેમની તબિયતમાં સુધારો ન હોવાના અહેવાલો છે. ત્યારબાદ તેમને લાઇફ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ક્રિસ ક્રેન્સ પર મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા અને ત્યારબાદ તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.

  ક્રેન્સ હાલમાં ઑસ્ટ્રેલિયામાં સારવાર લઈ રહ્યા છે અને તેમને આગામી સમયમાં સિડની શિફ્ટ કરવામાં આવે તેવી વકી છે. આ ઑલરાઉન્ડરે ન્યૂઝીલેન્ડ માટે 62 ટેસ્ટ અને 215 વન-ડે રમી છે. તેમને વિઝ્ડનને વર્ષ 2000ના શ્રેષ્ઠ 5 ખેલાડીઓમાં તેમની પસંદગી કરી છે. તેમને દુનિયાના શ્રેષ્ઠ ઑલરાઉન્ડર ગણવામાં આવતા હતા. તેઓ વર્ષ 2004માં ઑલરાઉન્ડર તરીકે 200 વિકેટ અને 3 હજાર રન કરનારના ટોપ-6 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું.

  આ પણ વાંચો : Neeraj Chopra પોતાની બાયોપિકમાં આ અભિનેતાને જોવા માંગે છે, ઈન્ટરવ્યૂમાં કહી હતી આ વાત

  ક્રિસ ક્રેન્સની બૉલિંગ સાથે બેટિંગના પણ જલવા 90ના દશકની મેચમાં અનેક લોકોએ જોયા હશે. વર્ષ 1989માં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મૂકનારા ક્રિસ ક્રેન્સે ન્યૂઝીલેન્ડ માટે 62 ટેસ્ટમાં 3320 રન બનાવ્યા હતા. 215 વન ડેમાં તેમણે 4,950 રન નોંધાવ્યા છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 9 શદી ફટકારી અને 48 અડધી સદી ફટકારી હતી.

  ટેસ્ટમાં 218 વિકેટ લઈ ચુક્યા છે ક્રિસ ક્રેન્સ

  ક્રિસ ક્રેન્સના કરિયરની ચર્ચા કરીએ તો તો વનડે સાથે ટેસ્ટમાં તેમણે સારું પ્રદર્શન કર્યુ હતું. ટેસ્ટમાં ક્રિસ ક્રેન્સે 13 વાર પાંચ વિકેટ લીધી હતી. એકવાર મેચમાં તેમણે 10 વિકેટ પણ ઝડપી હતી. ક્રેન્સના ડોમેસ્ટિક ક્રિકેટના પ્રદર્શનને ધ્યાને લેવામાં આવે તો તેમણે 21 હજારથી વધુ રન બનાવ્યા છે અને 1100થી વધુ વિકેટ ઝડપી છે.

  મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિસ ક્રેન્સ પર મેચ ફિક્સિંગના આરોપો લાગ્યા હતા. જેમાં પૂર્વ ક્રિકેટર લુઉ વિન્સેટ પણ શામેલ હતા જે ખુદ મેચ ફિક્સિંગના દોષી હતા. વિન્સેન્ટે આરોપ મૂક્યો હતો કે ક્રેન્સે તેમને ફિક્સિંગની ઓફર આપી હતી. જોકે, આ આરોપો ક્યારેય સાબિત થયા નહોતા.

  મેચ ફિક્સિંગના આરોપ લાગવાના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ વિકટ બની ગઈ હતી. ઘરની જવાબદારી નિભાવવા માટે ક્રેન્સે ઑકલેન્ડ નગરપાલિકા માટે ટ્રેક ચલાવવાની શરૂઆત કરી હતી અને બારમાં પણ કામ કર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published: