ક્રિકેટ મેચ દરમિયાન અનેકવાર બેટ્સમેનનું નસીબ સાથ નથી આપતું અને તેઓ અજીબ પ્રકારથી આઉટ થઈ જાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનર્લસ ઇલેવનની સાથે સિડનીમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટર કેટી પર્કિન્સ જે રીતે આઉટ થઈ, તેને જોઈ તે ચોક્કસ પોતાને કમનસીબ માનશે.
જે સમયે કેટી પર્કિન્સ આઉટ થઈ ન્યૂઝીલેન્ડની ટીમ સારી સ્થિતિમાં હતી. કેટી પર્કિન્સ સ્ટ્રાઇક પર હતી અને કેટી માર્ટિન્સ નોન સ્ટ્રાઇક પર હતી. ઓસ્ટ્રેલિયાની બોલર હીથર ગ્રાહમે બોલ નાખ્યો જેને પર્કિનસે જોરથી હિટ કર્યો. પર્કિન્સ દ્વારા બોલને હિટ કરતાં જ મર્ટિન રન લેવા માટે દોડી પડી, પરંતુ બોલ તેના બેટથી ટકરાયો અને સીધો બોલરના હાથમાં ચાલ્યો ગયો. કેટી પર્કિન્સ કેચ આઉટ થઈ ગઈ.
જે રીતે આ વિકેટ મળી તેને જોઈ ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સને પણ વિશ્વાસ ન થયો. ઓસ્ટ્રેલિયન પ્લેયર્સને મફતમાં મળેલી વિકેટ બાદ હસતા જોવા મળ્યા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નોન-સ્ટાઇકર કેટી માર્ટિન્સ સાથે હાથ મેળવતા જોવા મળ્યા જે હસી રહી હતી. જુઓ વીડિયો
Oh WOW! Katey Martin helps Heather Graham pick up one of the most bizarre dismissals you'll ever see in the Governor General's XI match! 😱 pic.twitter.com/fSV3GJkjyA
— Australian Women's Cricket Team 🏏 (@SouthernStars) February 28, 2019
નોંધનીય છે કે આ મેચમાં ન્યૂઝીલેનની ટીમે 323 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. કેટી માર્ટિન્સે 69 બોલમાં 76 રનનો તોફાની ઇનિંગ રમી હતી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની ગર્વનર જનર્લસ ઇલેવન 38.2 ઓવરમાં 157 રને ઓલ આઉટ થઈ હતી.