આ ઘટના મેચની પ્રથમ ઇનિંગની 20મી ઓવરમાં જોવા મળી હતી. વિરનદીપનો પહેલો બોલ વાઈડ હતો. બીજા બોલ પર તેણે મૃગાંક પાઠકને આઉટ કર્યો હતો. ઈશાન પાંડે બીજા બોલ પર રન આઉટ થયો હતો. તેણે આગામી 4 બોલમાં 4 વિકેટ લઈને હેટ્રિક પણ નોંધાવી હતી.
નેપાળ પ્રો ક્લબ ચેમ્પિયનશિપ 2022 (Nepal Pro Club Championship 2022) માં એક નવું પરાક્રમ જોવા મળ્યું છે. મલેશિયા ક્લબ ઈલેવન (Malaysia Club XI ) અને પુશ સ્પોર્ટ્સ દિલ્હી (Push Sports Delhi) વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં 6 બોલમાં 6 વિકેટ પડી હતી. આ ઓવરમાં ડાબોડી સ્પિનર વિરનદીપ સિંહે 5 વિકેટ ઝડપી હતી. તેમાં હેટ્રિકનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના કિસ્સા મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે. મલેશિયાના વીરનદીપ સિંહે આ સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તે 29 ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યો છે.
આ ઘટના મેચની પ્રથમ ઇનિંગની 20મી ઓવરમાં જોવા મળી હતી. વિરનદીપનો પહેલો બોલ વાઈડ હતો. બીજા બોલ પર તેણે મૃગાંક પાઠકને આઉટ કર્યો હતો. ઈશાન પાંડે બીજા બોલ પર રન આઉટ થયો હતો. તેણે આગામી 4 બોલમાં 4 વિકેટ લઈને હેટ્રિક પણ નોંધાવી હતી. તેણે ત્રીજા બોલ પર અનિન્દો અને ચોથા બોલ પર વિશેષને બોલ્ડ કર્યો હતો. તેણે પોતે જ 5માં બોલ પર જતિનને કેચ આપીને હેટ્રિક પૂરી કરી હતી. સ્પર્શ છેલ્લા બોલ પર વિરનદીપના હાથે બોલ્ડ થયો હતો. તેણે 3 ખેલાડીઓને બોલ્ડ કર્યા હતા. તેણે મેચમાં માત્ર 2 ઓવર નાંખી અને 9 રન આપીને 5 વિકેટ લીધી હતી.
2⃣0⃣th Over
6⃣ Balls
6⃣ Wickets
4⃣ in 4⃣ from the final 4 for the bowler
1⃣ Run Out
પ્રથમ બેટિંગ કરતા પુશ સ્પોર્ટ્સ દિલ્હીએ મેચમાં 9 વિકેટે 132 રન બનાવ્યા હતા. કેપ્ટન મૃગાંક પાઠકે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. તેણે 27 બોલનો સામનો કર્યો હતો. 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. મયંક ગુપ્તાએ પણ 33 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયા-11એ 17.3 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેપ્ટન અહેમદ ફૈઝે અણનમ 39 રન બનાવ્યા હતા. 32 બોલનો સામનો કર્યો હતો. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. વીરનદીપ સિંહે પણ ઓપનર તરીકે 33 રન બનાવ્યા હતા. તેણે 19 બોલનો સામનો કર્યો હતો. 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
23 વર્ષીય વિરનદીપ સિંહે મલેશિયા માટે 23 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે 35ની એવરેજથી 5 વિકેટ લીધી છે. તેની ઇકોનોમી 8 થી વધુ છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 2 વિકેટ છે. આ સાથે જ તેણે 30ની એવરેજથી 800 રન પણ બનાવ્યા છે. 4 અડધી સદી ફટકારી હતી. 87 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ. સ્ટ્રાઈક રેટ 114 છે. તેણે 75 ચોગ્ગા અને 26 છગ્ગા ફટકાર્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર