Home /News /sport /

New Covid Variant: સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ મળતા નેધરલેન્ડની ટીમ પરત ફરશે, ભારતનો પ્રવાસ જોખમમાં

New Covid Variant: સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ મળતા નેધરલેન્ડની ટીમ પરત ફરશે, ભારતનો પ્રવાસ જોખમમાં

Netherlands cricket team to return home : સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ મળતા નેધરલેન્ડની ટીમ રવાના, ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ હવે મુશ્કેલીમાં

New Covid Variant: સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ મળતા ખળભળાટ, નેધરલેન્ડની ટીમ પરત ફરવાના અહેવાલો, ભારતનો પ્રવાસ જોખમમાં

    South Africa Covid Variant :   દક્ષિણ આફ્રિકામાં (south Africa new covid variant) નોવેલ કોરોના વાયરસનો નવો વેરિએન્ટ શોધ્યાની જાહેરાત કરી છે. આ વેરિયેન્ટના કેસ પાંચ દેશોમાં નોંધાઈ ગયા છે. દરમિયાન આ વેરિયન્ટના ભયના પગલે નેધરલનેન્ડની ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાનો પ્રવાસ ટૂંકાવી અને પરત ઘરે ફરવાનો નિર્ણય કર્યો છે. ( Netherlands cricket team to return home) નેધરલેન્ડની ક્રિકેટ ટીમ તો પરત ફરી રહી છે પરંતુ આ સ્થિતિમાં જો કેસ વધતા રહે તો ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ પણ જોખમમાં છે (India Tour of south Africa) આગામી 17મી ડિસેમ્બરથી ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાનું છે. હાલમાં ઈન્ડિયા-એ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ રહી છે (India A Tour of South Africa)

    નેધરલેન્ડને પ્રવાસ ટૂંકાવી શકે છે : નેધરલેન્ડની ટીમ સાઉથ આફ્રિકામાં 3 વનડે મેચ રમવાની હતી. આ વનડે સિરીઝમાં એક સેન્ચયૂરીયનમાં રમાવાની હતી. દરમિયાન આ સ્થિતિમાં પ્રથમ મેચ અધુરી છોડીને નેધરલેન્ડની ટીમ પરત ફરી રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે. આગામી સિઝનમાં ભારતની સિરીઝ પર પણ ખતરો તોળાઈ રહ્યો છે

    આ અંગે એક સંયુક્ત નિવેદનમાં ક્રિકેટ સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું છે કે હાલમાં પ્રવાસી ટીમ તેના નક્કી શિડ્યુલ પહેલાં દેશ છોડી શકે તેવી સ્થિતિ નથી. નેધરલેન્ડ ક્રિકેટ ટીમ આગામી સમયમાં ફ્લાઇટના ઓપ્શન ચકાસી રહી છે. સ્થિતિને અનુસરતા આગમાી 24-48 કલાકમાં સિરીઝ આગળ લઈ જવાનો નિર્ણય આવી શકે છે.

    સાઉથ આફ્રિકામાં રમી રહી છે ભારત-Aની ટીમ

    સાઉથ આફ્રિકામાં ભારત-Aની ટીમ 3 ચાર દિવસીય મેચ રમવા માટે ગઈ છે. આ વેરિયન્ટ શોધાયા બાદ તેમની ચિંતામાં વધારો થયો છે. ટીમને પ્રકવાસ ટૂંકાવી અને પરત બોલાવવામાં આવશએ કે નહીં તેનો નિર્ણય કરવામાં આવ્યો નથી પરંતુ હાલમાં ભારતના ખેલાડીઓની ચિંતા કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો : Tim paine : માનસિક સ્વાસ્થ્યના લીધે ટીમ પેને ક્રિકેટ છોડ્યું, આ ખેલાડીઓએ પણ છોડી હતી રમત

    ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ જોખમમાં

    આગામી 17મી ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ છે. હાલમાં ઈન્ડિયા-એની ટીમ રમી રહી છે જેની કપ્તાની અમદાવાદનો પ્રિયાંક પંચાલ કરી રહ્યો છે. કેન્દ્રનો નિર્ણય આવે બાદમાં તેના પર નિર્ણય લઈ શકાય છે. ભારત સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વનડે મેચ રમવાની છે. હવે આ પ્રવાસનો નિર્ણય મુશ્કેલી સર્જી શકે છે.



    ભારતની ટીમ 8-9 ડિસેમ્બર રવાના થવાની હતી.

    PTI સાથેની વાતચીતમાં બીસીસીઆઈના સિનિયર અધિકારીએ જણાવ્યું કે ભારતની ટીમ 8-9 ડિસેમ્બરના રવાના થવાની હતી. સાઉથ આફ્રિકા ક્રિકેટ સત્તામંડળ સાથે પરામર્શ કર્યા બાદ હવે ભારતની ટીમના પ્રવાસ અંગે વધુ માહિતી આપી શકાશે.

    આ પણ વાંચો :  IND vs NZ: શ્રેયસ ઐયરે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી, આ છે ટોપ-6 ખેલાડી જેમણે પહેલી ટેસ્ટમાં મારી છે સેેન્ય્ચૂરી

    કોવિડ-19 વેરિઅન્ટ B.1.1529

    આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે ભારતના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ સરકારને જાણ કરી છે કે “કોવિડ-19 વેરિઅન્ટ B.1.1529 ના બહુવિધ કેસ બોત્સ્વાનામાં નોંધાયા છે (3 કેસ) , દક્ષિણ આફ્રિકા (6 કેસ) અને હોંગકોંગ (1 કેસ)”. દરમિયાન સાંજ પડતા બેલ્જિયમમાં પ્રથમ કેસ નોંધાયો છે અને ડેબલ્યૂ એચઓની ઈમર્જન્સી બેઠક બોલાવવાની માંગ કરવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujaati, IND Vs SA, South Africa Variant of Coronavirus

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन