T20 WORLD CUP 2022: T20 વર્લ્ડકપ 2022માં આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ સિડનીના મેદાનમાં રમાવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, આજે ભારતીય ટીમ સામે નેધરલેન્ડની ટીમમાં એક ભારતીય રમતો હશે. અહીં 19 વર્ષીય યુવા બેટ્સમેન વિક્રમજીત સિંહની વાત કરવામાં આવી રહી છે. ભારતના વિક્રમજીત સિંહ નેધરલેન્ડ કેવી રીતે પહોંચી ગયા? તેમણે નેધરલેન્ડ માટે ક્રિકેટ રમવાનું ક્યારથી શરૂ કર્યું? આ તમામ બાબતો વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
84ના દંગા દરમિયાન વિક્રમજીત સિંહના દાદા ખુશી ચીમા ભારતમાંથી નેધરલેન્ડ જતા રહ્યા હતા. 38 વર્ષ પહેલા આ ઘટના સમયે વિક્રમજીત સિંહનો જન્મ પણ નહોતો થયો અને તેમના પિતા હરપ્રીત માત્ર 5 વર્ષના હતા. વિક્રમજીતના પિતાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘પરિવાર વિશે વિચારવાના કારણે તેમના પિતાએ નેધરલેન્ડ જવાનો નિર્ણય કર્યો હતો. નેધરલેન્ડમાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં તેમણે કલ્ચર અને રેસિઝ્મ સાથે જોડાયેલ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.’
હાલ તમામ પરિસ્થિતિ બરાબર છે. ક્રિકેટર વિક્રમજીત સિંહના દાદા ખુશી ચીમાએ નેધરલેન્ડમાં ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેમણે આ બિઝનેસ તેમના પુત્ર હરપ્રીત સોંપીને જલંધર આવી ગયા છે. હરપ્રીતે જણાવ્યું કે, જલંધરમાં આવેલ ચીમા ખુર્દ ગામમાં વિક્રમજીતનો જન્મ થયો હતો. તે સાત વર્ષની ઉંમરે નેધરલેન્ડ ગયો હતો, મારે નેધરલેન્ડમાં જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, વિક્રમજીતે તે મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો.
17 વર્ષની ઉંમરે નેધરલેન્ડ માટે રમવાનું શરૂ કર્યું
11 વર્ષની ઉંમરે વિક્રમજીતે ક્રિકેટની સફર શરૂ કરી. સચિન, ગાંગુલી, ધોની જેવા બેટ્સમેન માટે બેટ બનાવનાર કંપની BASએ વિક્રમજીત સિંહને સ્પોન્સરશિપ આપી. 15 વર્ષની ઉંમરે તેમણે નેધરલેન્ડ A માટે રમવાનું શરૂ કર્યું. બે વર્ષ બાદ તેમણે નેધરલેન્જની સીનિયર ટીમમાં પોતાનું સ્થાન ઊભું કરી લીધું છે.
નેધરલેન્ડે T20 વર્લ્ડ કપ 2022 માટે પહેલી વાર ક્વોલિફાય કર્યું છે. ICCની આ ટુર્નામેન્ટમાં નેધરલેન્ડે એક મેચ રમી છે. ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં તમામ લોકોની નજર ઓપનર વિક્રમજીત સિંહ પર છે. આ કારણોસર વિક્રમજીત સિંહ ભારત સામેની મેચને સૌથી મોટી મેચ ગણાવી રહ્યા છે.
દાદા પૌત્રની ડિમાન્ડ પૂરી કરશે!
વિક્રમજીત સિંહના દાદા ખુશી ચીમા ભારતીય ટીમના પ્રશંસક છે. આ મેચમાં વિક્રમજીત સિંહે દાદા પાસે ભારતીય ટીમને સપોર્ટ ન કરવાની માંગ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર