Home /News /sport /T20 વર્લ્ડકપ વચ્ચે સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ, જૂતા લટકાવેલી તસવીર શેર કરી

T20 વર્લ્ડકપ વચ્ચે સ્ટાર ખેલાડીએ લીધો સંન્યાસ, જૂતા લટકાવેલી તસવીર શેર કરી

નેધરલેન્ડના ક્રિકેટર સ્ટીફન માયબર્ગે લીધો ક્રિકેટમાંથી સંન્યાસ (ફાઇલ ફોટો)

T20 Worldcup: ટી-20 વર્લ્ડકપ 2022માં નેધરલેન્ડની ટીમે અંતમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને દરેક કોઇને ચોકાવી દીધા હતા. નેધરલેન્ડની આ જીતથી દક્ષિણ આફ્રિકાનું સેમિ ફાઇનલમાં પહોચવાનું સ્વપ્ન તૂટી ગયુ હતુ. દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એક વખત ચોકર્સ સાબિત થઇ હતી. ટી-20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ નેધરલેન્ડના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

વધુ જુઓ ...
    T20 Worldcup: ટી-20 વર્લ્ડકપ 2022માં નેધરલેન્ડની ટીમે અંતમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને દરેક કોઇને ચોકાવી દીધા હતા. નેધરલેન્ડની આ જીતથી દક્ષિણ આફ્રિકાનું સેમિ ફાઇનલમાં પહોચવાનું સ્વપ્ન તૂટી ગયુ હતુ. દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એક વખત ચોકર્સ સાબિત થઇ હતી. ટી-20 વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ નેધરલેન્ડના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે.

    નેધરલેન્ડના બેટ્સમેન સ્ટીફન માયબર્ગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કરી હતી. 38 વર્ષના સ્ટીફનની આ જાહેરાતથી દરેક કોઇ ચોકી ગયુ છે.

    વિદાય મેસેજમાં શું લખ્યુ?

    વર્ષ 2011માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સ્ટીફન માયબર્ગે કહ્યુ, હવે જૂતા ટાંગવાનો સમય આવી ગયો છે, 17 સીઝન પહેલા ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરવુ અને 12 સીઝન પહેલા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવુ મારી માટે યાદગાર ક્ષણ હતી. મે ક્યારેય નહતુ વિચાર્યુ કે મારી કરિયરનો અંત વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને થશે. દરેક ખેલાડીની જેમ પોાતના દેશ માટે રમતા મારી આંખમાં આંસૂ હતા, હું નેધરલેન્ડ ક્રિકેટનો આભાર માનવા માંગુ છું.

    સ્ટીફન માયબર્ગની કરિયરની વાત કરીએ તો તેને 22 વન ડે, 45 ટી-20 મેચ રમી છે, તેના નામે 527,915 રન છે. સ્ટીફન માયબર્ગે વન ડેમાં વર્ષ 2011 અને ટી-20માં 2012માં ડેબ્યૂ કર્યુ હતુ.

    ટી-20 વર્લ્ડકપમાં નેધરલેન્ડની યાદગાર સફર

    આ વર્લ્ડકપમાં નેધરલેન્ડ ગ્રુપ-2નો ભાગ હતુ. જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ જેવી ટીમ હતી. નેધરલેન્ડે અહી 5 મેચ રમી હતી જેમાં 2 મેચમાં જીત મેળવી હતી જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચાર પોઇન્ટ સાથે નેધરલેન્ડ પોતાના ગ્રુપમાં ચોથા નંબર પર રહી હતી.

    ટી-20 વર્લ્ડકપ 2022માં ટોપ-8માં રહેવાને કારણે નેધરલેન્ડને ટી-20 વર્લ્ડકપ 2024માં ડાયરેક્ટ એન્ટ્રી પણ મળી ગઇ છે, તે સુપર-12 સ્ટેજમાં પહોચી ગઇ છે. નેધરલેન્ડ માટે સૌથી મહત્વની ક્ષણ દક્ષિણ આફ્રિકાને હરાવવાનું હતુ. નેધરલેન્ડે આ મેચમાં 13 રને જીત મેળવી હતી. અહી મળેલી હારને કારણે દક્ષિણ આફ્રિકા ટી-20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલમાં પહોચી શકી નહતી અને પાકિસ્તાન સેમિ ફાઇનલમાં પહોચવામાં સફળ રહી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन