Home /News /sport /મને આશા છે દીકરીઓને WPL 2023થી સપના પૂરા કરવાની પ્રેરણા મળશે!: મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી

મને આશા છે દીકરીઓને WPL 2023થી સપના પૂરા કરવાની પ્રેરણા મળશે!: મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી

neeta ambani mumbai indians

MUMBAI INDIANS WOMENS: મુંબઈ ઈન્ડિયન્સની ટીમના માલિક નીતા અંબાણી મેચ જીત્યા પછી ડ્રેસિંગ રૂમ સુધી પણ ટીમને લઈ ગયા હતા અને તેમણે જણાવ્યુ હતું કે આ એક યાદગાર દિવસ હતો. આ પળ મહિલા ક્રિકેટ માટે યાદગાર પળ છે અને ભૂલી નહીં શકાય.

વુમન્સ પ્રીમીયર લીગની પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા હતા. આ સમયે ટીમના માલિક નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. ચોથી માર્ચે ડી વાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં મુંબઈન ટીમનો દબદબો રહ્યો હતો.

આ મેચ દરમિયાન હાજર રહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમના માલિક નીતા અંબાણી મેચ જીત્યા પછી ડ્રેસિંગ રૂમ સુધી પણ ટીમને લઈ ગયા હતા અને તેમણે જણાવ્યુ હતું કે આ એક યાદગાર દિવસ હતો. આ પળ મહિલા ક્રિકેટ માટે યાદગાર પળ છે અને ભૂલી નહીં શકાય. વુમન્સ પ્રીમીયર લીગનો હિસ્સો હોવું એ એક રોમાંચક બાબત છે એવું તેમણે જણાવ્યુ હતું.

તેમણે જણાવ્યુ હતું કે. ''મને આશા છે કે વુમન્સ પ્રીમીયર લીગ ઘણી મહિલા રમતવીરોને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની પ્રેરણા પણ આપશે. આ મેચ દરમિયાન સમગ્ર માહોલના વખાણ કરતાં તેમણે જણાવ્યુ હતું કે, દેશની યુવા છોકરીઓને રમત ગમત ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા, તેઓના સપના પાછળ દોડવા અને તેમના દિલનું કરવા માટે પ્રેરણા આપશે.

પ્રથમ મેચમાં ટીમના શાનદાર પ્રદર્શન અંગે તેમણે કહ્યું હતું કે અમારી ટીમના ખેલાડીઓ એક ખાસ પ્રકારનું ક્રિકેટ રમવા માટે જાણીતા છે. નિર્ભય થઈને રમવું અને રોમાંચક ક્રિકેટ રમવું એ અમારી ટીમ માટે કહેવાય છે. આ દીકરીઓ આજે ખૂબ સારું રમી છે. અહીં ખાસ તેમણે કેપ્ટન હરમનપ્રીતના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય અમેલિયા કેરના પણ તેમણે સારી બેટિંગ બોલિંગ માટે વખાણ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે સ્ટેડિયમમાં આટલા બધા લોકોને જોવા એ સૌભાગ્યની વાત હતી. મહિલા ક્રિકેટ ટીમોના સપોર્ટ માટે આટલી મોટી સંખ્યામાં લોકો આવે એ વાત અદ્ભુત છે. MI પલટન તરીકે જાણીતું મુંબઈ ઈન્ડિયન્સનું ફેન આર્મી પણ મુંબઈના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં હાજર રહ્યું હતું અને તે અંગે નીતા આંબાણીએ કહ્યું હતું કે, ચાલો આપની દીકરીઓને સમર્થન આપીએ અને સાથે તેમણે ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટસ વચ્ચે રમાયેલી પહેલી જ મેચમાં શાનદાર ધમાકેદાર શરૂઆત થઈ હતી. પહેલી જ ઇનિંગમાં મુંબઈ ઇંડિયન્સે 200 થી વધારેનો આંકડો પાર કરી દીધો હતો. જેના કારણે દર્શકોમાં પણ રોમાંચનો માહોલ છ્વાઈ ગયો હતો. મુંબઈ ઈંડિયંસની આગેવાની કરી રહેલી કેપ્ટન હરમનપ્રિત કૌર પહેલી જ મેચમાં છવાઈ ગઈ હતી. મુંબઈ ઈંડિયન્સે 208 રનનો જંગી પડકાર રાખી દીધો હતો.

આ પણ વાંચો: MIW VS GGT: ગુજરાતનો ધબડકો! WPL 2023 ની પહેલી જ મેચમાં કંગાળ પ્રદર્શન, મુંબઈનો 143 રને વિજય

ગુજરાત જાયન્ટસ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પહેલી જ મેચમાં મુંબઈની ટીમે 207 રન ખડકી દીધા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા વુમેન્સ ક્રિકેટ લીગની પણ શાનદાર શરૂઆત કરવામાં આવી છે. પહેલી જ વિકેટ ત્રીજી ઓવરમાં 15 રનના સ્કોરે ગુમાવ્યા બાદ ટીમને હાઈલી મેથ્યૂસ અને નાટલી સીવરે સ્થિરતા અપાવી હતી અને બંને સારો સ્કોર કરવામાં સફળ થઈ હતી.


હરમનપ્રીતની કેપ્ટન ઇનિંગ

ત્યાર પછી કેપ્ટન હરમનપ્રિતે કૌરે પણ શાનદાર ઇનિંગ રમી હતી અને જોરદાર ફટકાબાજી કરી હતી. હરમનપ્રિતે કેપ્ટન ઇનિંગ રમતા માત્ર 30 બોલમાં શાનદાર 65 રન ફટકાર્યા હતા જેમાં 14 ચોગ્ગાનો પણ સમાવેશ થાય છે. ગુજરાત જાયન્ટ્સ તરફથી સ્નેહ રાણાએ બે વિકેટ ઝડપી હતી. ગુજરાતની ટીમે સાત બોલરોને અજમાવ્યા હતા પણ તેમ છતા તેઓ મુંબઈને રોકવામાં નિષ્ફળ ગયા હતા.
First published:

Tags: Mumbai indians, Nita Ambani

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો