Home /News /sport /Gold For India : નીરજ You Tubeથી જેવલિન થ્રો શીખ્યો હતો, 7 હજારના ભાલાથી ટ્રેનિંગ કરી, ગોલ્ડ જીતતાં 6 કરોડનું ઈનામ

Gold For India : નીરજ You Tubeથી જેવલિન થ્રો શીખ્યો હતો, 7 હજારના ભાલાથી ટ્રેનિંગ કરી, ગોલ્ડ જીતતાં 6 કરોડનું ઈનામ

નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ

ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics 2020) હરિયાણાના નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ (Neeraj Chopra Wins Gold) જીતી ઇતિહાસ સર્જી દીધો. હરિયાણા સરકારે 6 કરોડ ઈનામની જાહેરાત કરી

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) શનિવારનો દિવસ ભારત માટે સોનાનો દિવસ રહ્યો હતો. જાપાનની રાત્રિમાં ભારત માટે સોનાની સવાર ઉગી. ભારતને આજે એકસાથે બે મેડલ મળ્યા. કુસ્તીમાં 65 કિલોગ્રામની હરિફાઈમાં બજરંગ પુનિયા બ્રોન્ઝ જીત્યા. આ જશ્ન લોકો મનાવે અને ખુશ થાય એટલી વારમાં જ નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં સુવર્ણ પદક (Neeraj Chopra wins Gold) મેળવી લીધો. ભારત ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો. સમાચાર દેશમાં જશ્નનો માહોલ લઈને આવ્યા. હરિયાણા (Haryana) સરકારે તુરંત જ નીરજ માટે 6 કરોડના ઈનામની જાહેરાત કરી. જે નીરજના નામે આજે દેશ નાચી રહ્યો છે તે નીરજ જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકને પ્રારંભિક દિવસોમાં You Tube પરથી શીખ્યું હતું.

નીરજ ચોપડાનું વજન 10-11 વર્ષની ઉંમરમાં ખૂબ વધારે હતું. તેનું વજન ઓછું કરવા માટે તેને હરિયાણાના પાણીપતમાં આવેલા શિવાજી સ્ટેડિયમમાં મોકલવામાં આવ્યો હતો. નીરજે અહીંયા અનેક રમતમાં હાથ અજમાવી લીધો. એનું વજન વધારે હતું એટલે ન તો તે દોડી શકતો ન તો કૂદકો લગાવી શકતો. જોકે, તેની અંદર તાકાત હતી. એક દિવસ નીરજે પોતાના મિત્રો સાથે ફરતા સમયે કોઈ સિનિયરને ભાલા ફેંકતા જોયું. નીરજે મજાક મજાકમાં ભાલો ઉપાડ્યો અને ફેંક્યો ત્યારે પહેલી જ વારમાં 11 વર્ષના નીરજનો ભાલો 25 મીટર દૂર ગયો. નીરજને ખબર પડી ગઈ કે તે કઈ રમત માટે બન્યો છે. રોજના 7-8 કલાક તેણે જીવનના ભાલા સાથે પસાર કરવાના શરૂ કરી દીધો.

ગરીબ ખેડૂત પરિવારનો દીકરો બન્યો ચેમ્પિયન

નીરજે ભાલો ઉપાડી લીધો પરંતુ તેની સામે સમસ્યા ગરીહબીની હતી. પરિવારની આર્થિક સ્થિતિ ઠીક નહોતી. સંયુક્ત પરિવારમાં 17 સભ્યો. ખેતીની આવક, આ સ્થિતિમાં રમતના પૈસા ક્યાંથી કાઢવા. આ સ્થિતિમાં નીરજને 7,000 રૂપિયાનો ભાલો માંડ માંડ મળ્યો. જેવલિન થ્રો માટે વપરાતા ભાલાની ત્યારે 1.5 લાખ કિંમત હતી પરંતુ તેને સૌથી સસ્તો ભાલો અપાવવામાં આવ્યો હતો. જોકે, કહેવાય છે રમત સાધન નહીં ખેલાડી જીતે છે. નીરજના કિસ્સામાં આવું જ થયું.

You Tubeને કોચ બનાવી ઉપાડી લીધો ભાલો

નીરજે યૂટ્યૂબ પરથી શીખવાની શરૂઆત કરી કારણ કે તેની પાસે કોચની વ્યવસ્થા નહોતી. તેણે વીડિયો જોઈને રોજ રોજ ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી. દરમિયાન તેને યમુનાનગરમાં આવેલા ટ્રેનિંગ સેન્ટરમાં જવાની તક મળી.

વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશીપમાં નીરજનો ડંકો

નીરજ ચોપડાએ વર્ષ 2013માં વર્લ્ડ યૂથ ચેમ્પિયનશીપમાં હિસ્સો લીધો હતો. યુક્રેનમાં થયેલી આ સ્પર્ધામાં નીરજનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક હતું. નીરજ આ સ્પર્ધામાં 19માં ક્રમાંક પર રહ્યો હતો. તેણે 66.75 મીટર દૂર ભાલો ફેંક્યો અને 2 વર્ષ બાદ વુહાનમાં થયેલી એશિયન ચેમ્પિયનશીપમાં નીરજે 70.75 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. જોકે, વર્ષ 2016માં નીરજના ભાલાએ રફતાર પકડી.

સાઉથ એશિયન ગેમ્સમાં નીરજે 82.23 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો અને ત્યારબાદ વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશીપમાં 86.48 મીટર દૂર ભાલો ફેંકી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ રમતમાં ગોલ્ડ જીત્યો અને તેને લોકો ઓળખવા લાગ્યા હતા. વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં નીરજે વધુ એક વાર ગોલ્ડ જીત્યો તેણે 88.06 મીટર દૂર સુધી ભાલો ફેંક્યો હતો. આમ ઓલિમ્પિક પહેલાં નીરજને કોવિડ પણ થયો હતો અને ખતરનાક ઇજા પહોંચી હતી છતાં તે પરત આવ્યો અને રમતમાં ખૂબ જોરદાર પ્રદર્શન કર્યુ
First published:

Tags: Gujarati news, Life of Neeraj chopra, Neeraj Chopra, Neeraj Chopra gold Medai, Sports news, Tokyo Olympcis 2020

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો