Home /News /sport /Gold for India: નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો, અક્ષય કુમારે કહ્યું 'તમે ખુશીના આંસુ માટે જવાબદાર'
Gold for India: નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યો, અક્ષય કુમારે કહ્યું 'તમે ખુશીના આંસુ માટે જવાબદાર'
ગોલ્ડ જીતી નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ
Neeraj chopra Gold for India: નીરજ ચોપડાએ પોતાના બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલા ફેંક્યો જે ગોલ્ડ મેડલ માટે પુરતો હતો. આ ઓલિમ્પિક એથલેટિક્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.
નવી દિલ્હીઃ નીરજ ચોપડા (Neeraj Chopra)એ ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020) શનિવારે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને (Neeraj Chopra Wins Gold) ભારતીય રમતોમાં નવો ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડાએ (Neeraj chopra Gold for India) પોતાના બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલા ફેંક્યો જે ગોલ્ડ મેડલ માટે પુરતો હતો. આ ઓલિમ્પિક એથલેટિક્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. આમ નીરજે ભારતના એથલેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતવાના છેલ્લા 100 વર્ષથી વધારે સમયની રાહનો અંત લાવ્યો હતો. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે આ અવસર ઉપર ટ્વીટ કર્યું હતું.
અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું. આ પહેલા સ્થાન ઉપર ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપડાનો ઇતિહાસ રચવા ઉપર હાર્દીક શુભેચ્છાઓ તમે એક અરબ ખુશીના આંસુના જવાબદાર છો. વેલ ડન નીરજ ચોપડા. ટોક્યો ઓલિમ્પિક. અક્ષય કુમારે આ પ્રકારે નીરજ ચોપડાની આ ઉપલબ્ધિ ઉપર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ગોલ્ડ જીત્યા બાદ નીરજ તિરંગાને લઈને મેદાનમાં ચક્કર લગાવ્યું હતું.
87.03 મીટર સુધી ભાલો ફેંકી મેળવ્યો ગોલ્ડ નીરજ ચોપડા (Neeraj chopra javelin thrower)એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra)ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપડાએ પોતાના બીજા થ્રો માં આ દૂરી તય કરી હતી. નીરજે પ્રથમ થ્રો માં 87.03 મીટર સુધી ભાલો ફેંકીને નંબર 1 પર સ્થાન બનાવી લીધું છે. આ પછી તેણે આગામી થ્રો માં પોતાનું પ્રદર્શન વધારે શાનદાર કર્યું હતું. નીરજ ચોપડાએ ટોક્યોમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.
પહેલી જ વારમાં 11 વર્ષના નીરજનો ભાલો 25 મીટર દૂર ગયો હતો નીરજ ચોપડાનું વજન 10-11 વર્ષની ઉંમરમાં ખૂબ વધારે હતું. તેનું વજન ઓછું કરવા માટે તેને હરિયાણાના પાણીપતમાં આવેલા શિવાજી સ્ટેડિયમમાં મોકલવામાં આવ્યો હતો. નીરજે અહીંયા અનેક રમતમાં હાથ અજમાવી લીધો. એનું વજન વધારે હતું એટલે ન તો તે દોડી શકતો ન તો કૂદકો લગાવી શકતો.
જોકે, તેની અંદર તાકાત હતી. એક દિવસ નીરજે પોતાના મિત્રો સાથે ફરતા સમયે કોઈ સિનિયરને ભાલા ફેંકતા જોયું. નીરજે મજાક મજાકમાં ભાલો ઉપાડ્યો અને ફેંક્યો ત્યારે પહેલી જ વારમાં 11 વર્ષના નીરજનો ભાલો 25 મીટર દૂર ગયો. નીરજને ખબર પડી ગઈ કે તે કઈ રમત માટે બન્યો છે. રોજના 7-8 કલાક તેણે જીવનના ભાલા સાથે પસાર કરવાના શરૂ કરી દીધો.
" isDesktop="true" id="1122210" >
ઓલિમ્પિક એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ નીરજ ચોપડા ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો બીજો ખેલાડી છે. આ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ બીજિંગ ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપડાએ આ સિદ્ધિ મેળવી છે. નીરજ ચોપડાએ ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક્સ મેડલ જીતવાનો 100 વર્ષથી પણ વધારે સમયનો ઇન્તજાર ખતમ કર્યો છે. નીરજે ગોલ્ડ મેડલ જીત્યા પછી તિરંગો લઇને આખા મેદાનમાં ચક્કર લગાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર