હરિયાણા સરકારે નીરજ ચોપડાને ઓલિમ્પિક (Neeraj Chopra olympics)માં 6 કરોડ રૂપિયા રોકડ આપવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમને વર્ગ 1ની નોકરી પણ આપવામાં આવશે. આ સિવાય પંચકુલામાં એથ્લેટિક્સનું કેન્દ્ર સ્થાપવામાં આવશે, જેના અધ્યક્ષ નીરજ ચોપડા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
એથલીટ નીરજ ચોપડાએ શનિવારે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો, જેણે ભારતને ઓલિમ્પિક ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો. હરિયાણાના ખંદ્રા ગામના ખેડૂતના 23 વર્ષીય પુત્ર નીરજે તેના બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલોફેંકીને વિશ્વને સ્તબ્ધ કરી દીધું અને ભારતીયોને ઉજવણીમાં ડૂબાડી દીધા. 100થી વધુ વર્ષમાં એથ્લેટિક્સમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. નીરજ ભારત તરફથી વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારો બીજો ભારતીય ખેલાડી છે, તે પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં પુરુષોની 10 મીટર એર રાઇફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મહત્વનું છે કે,નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા પહેલા 2018માં યોજાયેલી એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. નીરજે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (2017)માં પણ ગોલ્ડ જીત્યો છે. આ પહેલા તેણે 2016 વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં નેશનલ રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે 88.07 મીટર દૂર બરછી ફેંકીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર