Neeraj Chopra પોતાની બાયોપિકમાં આ અભિનેતાને જોવા માંગે છે, ઈન્ટરવ્યૂમાં કહી હતી આ વાત

નીરજ ચોપરા અક્ષય કુમાર અથવા રણદિપ હુડાને પોતાના કિરદારમાં જોવા માંગે છે.

Tokyo Olympicsમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવનાર ભારતના દુલારા નીરજ ચોપરાએ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું જાણો નીરજના દિલની વાત

  • Share this:
    નવી દિલ્હી : Tokyo Olympics 2020માં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને વિશ્વ વિક્રમ સર્જનાર નીરજ ચોપરા (Neeraj Chopra)ના જીવન પર ફિલ્મ (Neeraj Chopra Biopic) બને એવી અટકળોએ જોર પકડ્યું છે. લગભગ આ પ્રકારના વિષયોને બૉલિવૂડ પ્રાઘાન્ય આપે છે અને નીરજની કહાણી કરોડો યુવાનોને પ્રેરણા આપી શકે છે. દરમિયાન હાલમાં સોશિયલ મીડિયા પર નીરજના જીવન પર જો ફિલ્મ બને તો ક્યાં એકટરે કામ કરવું જોઈએ તેવી અટકળો તેજ બની છે ત્યારે એક ઇન્ટરવ્યૂમાં નીરજે પોતે જ આ ઈચ્છા દર્શાવી ચુક્યા છે. નીરજે અગાઉ કહ્યું હતું કે જો તેમના જીવ પર બાયોપિક બને તો તે કોને અભિનેતા તરીકે જોવા માંગે છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના સમાચાર મુજબ નીરજે વર્ષ 2018માં જ્યારે સહેજ પણ જાણીતો નહોતો ત્યારે તેમે એક ઇન્ટરવ્યૂમાં આ ઈચ્છા દર્શાવી હતી. નીરજે કહ્યું હતું કે જો તેના જીવન પર કોઈ બાયોપિક બને તો તે અક્ષય કુમાર અથવા તો રણદીપ હુડાને અભિનેતા તરીકે જોવા મળે છે.

    જોકે, અક્ષય કુમાર નીરજના ગોલ્ડ મેડલ જીત્યાની થોડી કલાકોમાં જ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થવા લાગ્યા હતા. ફિટનેસ અને અભિનયની પરિપક્વતા માટે જાણીતા અક્ષયને ચાહકો નીરજના રોલમાં જોવા માંગે છે. અક્ષય કુમારને કેટલાય મીમમાં નીરજની બાયોપિકના હીરો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

    જોકે, ફિલ્મ બનશે કે નહીં તે જો અને તોની અટકળો વચ્ચે છે ત્યારે આગામી સમયમાં ચાહકોને નીરજની જિંદગી વિશે ફિલ્મ જોવી ગમે તેમાં બે મત નથી. બૉલિવૂડમાં અગાઉ રમતગમત અને જાણીતા વ્યક્તિત્વ પર ફિલ્મો બની ચુકી છે.

    આના પહેલાં એમ.એસ. ધોની, ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંહ, પૂર્વ કેપ્ટ મહમ્મદ અઝહરુદ્દીનના જીવન પર ફિલ્મો બની ચુકી છે. ધોનીના જીવન પર બનેલી ફિલ્મમાં ગત વર્ષે અવસાન પામનાર લોકોના મનગમતા કલાકાર સુશાંત સિંહ રાજપૂતે કિરદાર નિભાવ્યો હતો.

    જ્યારે અઝહરના જીવન પર બનેલી ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ અઝહરુદ્દીનની ભૂમિકા નિભાવી હતી. જ્યારે મિલ્ખા સિંહના જીવન પર બનેલી ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહનો રોલ નિભાવ્યો હતો. હવે નીરજ પોતાના જીવન પર ફિલ્મ બનાવવાના હક કોને આપે છે અને ક્યા અભિનેતા તેમાં કામ કરશે તે જોવું જ રહ્યુ
    Published by:Jay Mishra
    First published: