Home /News /sport /

Commonwealth Games: નીરજ ચોપરા ઇજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી આઉટ, ભારતે એક પાક્કો ગોલ્ડ મેડલ ગુમાવ્યો

Commonwealth Games: નીરજ ચોપરા ઇજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી આઉટ, ભારતે એક પાક્કો ગોલ્ડ મેડલ ગુમાવ્યો

જેવલિન થ્રો (Javelin Throw)માં ગોલ્ડ મેડલના મજબૂત દાવેદાર નીરજ ચોપરા (Neeraj Chopra)કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઇ ગયો

Commonwealth Games 2022 : કોમનવેલ્થ ગેમ્સ શરૂ થતા પહેલા જ ભારતને મોટો ફટકો પડ્યો, હાલમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન ઇજા પહોંચી હતી

    નવી દિલ્હી : કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games-2022)શરૂ થતા પહેલા જ ભારતને મોટો ફટકો પડ્યો છે. જેવલિન થ્રો (Javelin Throw)માં ગોલ્ડ મેડલના મજબૂત દાવેદાર નીરજ ચોપરા (Neeraj Chopra)કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થઇ ગયો છે. તે ફિટ નથી. તેને હાલમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની (World Athletics Championship)ફાઇનલ દરમિયાન ઇજા પહોંચી હતી. આઈઓએના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ નીરજના કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર થવાની પૃષ્ટી કરી છે.

    ભારત હંમેશા કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરે છે અને ટોપ-3માં પોતાનું સ્થાન કન્ફોર્મ કરે છે. જે રીતે તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે તે જોતા આ વખતે નીરજ ચોપરાના કારણે જેવલિન થ્રો માં ભારતનો ગોલ્ડ મેડલ પાક્કો જ હતો. જોકે તે હવે ઇજાના કારણે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં.

    આઈઓએના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લેશે નહીં. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઇજા થવાને કારણે તે ફિટ નથી. તેણે આ વિશે અમને જાણ કરી દીધી છે.

    આ પણ વાંચો - એકસમયે મોટાપાના કારણે મિત્રો ઉડાવતા હતા નીરજ ચોપરાની મજાક, આવી છે ફેટ-ટૂ-ફિટ થવાની કહાની, મળશે પ્રેરણા

    ત્રણ સપ્તાહ આરામની સલાહ આપવામાં આવી

    નીરજને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઇજા પહોંચી હતી. તે ઇવેન્ટ દરમિયાન સાથળ પર પટ્ટી બાંધેલો જોવા મળ્યો હતો. આ પછી તેનો એમઆરઆઈ સ્કેન થયો હતો. જેમાં ગ્રોઇન ઇન્જરીની જાણ થઇ હતી. તેને ત્રણ સપ્તાહ આરામની સલાહ આપવામાં આવી હતી.

    2018ની કોમનેવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો

    નીરજ ચોપરાએ 2018ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં જેવલિન થ્રો માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો હતો. આવામાં તેની ગેરહાજરીમાં ભારત માટે ગોલ્ડ જીતવાની રાહ આસાન રહેશે નહીં. હવે બધી આશા રોહિત યાદવ પર રહેશે. જે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યો હતો.

    વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો 

    ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જ્વેલિન થ્રો માં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ (Neeraj Chopra wins silver medal)જીત્યો છે. અમેરિકાના યુઝીનમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નીરવે 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. વર્લ્ડ નંબર વન ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે 90.54 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Commonwealth Games, Neeraj Chopra

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन