Home /News /sport /Gold For India: ‘કદાચ સ્વર્ગથી મને જોતા હશે...’ નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો ગોલ્ડ
Gold For India: ‘કદાચ સ્વર્ગથી મને જોતા હશે...’ નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો ગોલ્ડ
Gold For India:‘કદાચ સ્વર્ગથી મને જોતા હશે...’ નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો ગોલ્ડ (AP)
Neeraj Chopra wins Gold- નીરજ ચોપડાએ કહ્યું- મેં ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર કર્યો ન હતો પણ કશુંક અલગ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું ઓલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ તોડવા માંગતો હતો
નવી દિલ્હી : ભારતના સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડાએ (Neeraj Chopra wins Gold)ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics 2020)ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડા (Neeraj chopra javelin thrower)એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra)ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે આ ગોલ્ડને ફ્લાઇંગ શીખથી પ્રખ્યાત દોડવીર મિલ્ખા સિંહને (Milkha Singh)સમર્પિત કર્યો છે. મિલ્ખા સિંહનું આ વર્ષે કોરોના વાયરસના કારણે નિધન થયું હતું.
હરિયાણાના પાનીપતના રહેવાસી નીરજે મેડલ જીત્યા પછી કહ્યું હતું કે હું પોતાના આ ગોલ્ડ મેડલને મહાન મિલ્ખા સિંહને સમર્પિત કરું છું. કદાચ તે મને સ્વર્ગમાંથી જોઈ રહ્યા હશે. મેં ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર કર્યો ન હતો પણ કશુંક અલગ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું ઓલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ તોડવા માંગતો હતો. બસ આ જ કારણથી.
નીરજે આગળ કહ્યું કે તે મેડલ સાથે મિલ્ખા સિંહને મળવા માંગતો હતો. સાથે જ ઉડન પરી પીટી ઉષા અને તે એથ્લેટોને આ મેડલ સમર્પિત કર્યો છે જે ઓલિમ્પિક મેડલ જીતવાની નજીક પહોંચ્યા હતા પણ સફળ થઇ શક્યા ન હતા. નીરજે કહ્યું કે જ્યારે રાષ્ટ્રગાન વાગી રહ્યું હતું અને ભારતીય તિરંગો ઉપર તરફ જઈ રહ્યો હતો, તે રડવાનો હતો.
આર્મી મેન નીરજ ચોપડાએ જ્વેલિન થ્રો માં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ઉજવણી કરવાની તક આપી છે. નીરજ ચોપડા ભારત માટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો બીજો ખેલાડી છે. આ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ બીજિંગ ઓલિમ્પિક 2008માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે નીરજ ચોપડાએ આ સિદ્ધિ મેળવી છે. નીરજ ચોપડાએ ઓલિમ્પિક્સ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. એથ્લેટિક્સમાં ઓલિમ્પિક્સ મેડલ જીતવાનો 100 વર્ષથી પણ વધારે સમયનો ઇન્તજાર ખતમ કર્યો છે. નીરજે ગોલ્ડ મેડલ જીત્યા પછી તિરંગો લઇને આખા મેદાનમાં ચક્કર લગાવ્યા હતા.
" isDesktop="true" id="1122222" >
નીરજને ઓલિમ્પિકમાં પહેલા જ ગોલ્ડ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો અને આ અપેક્ષા ઉપર ખરો પણ ઉતર્યો છે. ભારતે પ્રથમ વખથ એન્ટવર્પ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભાગ લીધો હતો પણ રિયો 2016 સુધી કોઇ એથ્લેટ મેડલ જીતી શક્યો ન હતો. દિગ્ગજ મિલ્ખા સિંહ 1960માં અને પીટી ઉષા 1984માં સહેજ અંતરથી ચૂકી ગયા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર