IND vs NZ: પાંચમી વન-ડેમાં ભારતનો 35 રને વિજય, 4-1થી શ્રેણી જીતી

News18 Gujarati
Updated: February 3, 2019, 5:06 PM IST
IND vs NZ: પાંચમી વન-ડેમાં ભારતનો 35 રને વિજય, 4-1થી શ્રેણી જીતી
253ના ટાર્ગેટનો પીછો કરી રહેલી કીવીઝની ટીમ 44.1 ઓવરમાં 217 રને ઓલઆઉટ

253ના ટાર્ગેટનો પીછો કરી રહેલી કીવીઝની ટીમ 44.1 ઓવરમાં 217 રને ઓલઆઉટ

  • Share this:
ટીમ ઈન્ડિયાએ 49.5 ઓવરમાં 252 રન કરી ન્યૂઝીલેન્ડને 253 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સૌથી વધુ અંબાતી રાયડૂએ 90 રન કર્યા હતા. કેદાર જાધવ અને હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. 253ના ટાર્ગેટનો પીછો કરી રહેલી કીવીઝની ટીમ 44.1 ઓવરમાં 217 રને ઓલઆઉટ થતાં ભારતનો 35 રને વિજય થયો છે. આ સાથે પાંચ વનડેની સીરીઝમાં ભારતે 4-1થી આધિપત્ય મેળવી લીધું.

અગાઉ, ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને છેલ્લી વનડેમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી બેટિંગ લીધી હતી. જોકે, રોહિત શર્મા, શિખર ધવન, શબનમ ગીલ અને એમએસ ધોની ટીમનો સ્કોર માત્ર 18 રન હતો ત્યારે પેવેલિયન ભેગા થઈ ગયા હતા. બાદમાં રમવા આવેલા અંબાતી રાયડૂ અને વિજય શંકરે બાજી સંભાળી હતી. વિજયે 45 અને રાયડૂએ 90 રન કર્યા હતા. જાદવે 34 રન કર્યા હતા. છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ પણ જોરદાર ફટકાબાજી કરી હતી અને 45 રન કર્યા હતા. શરૂઆતના ધબડકા બાદ ભારતે સારી બેટિંગનું પ્રદર્શન કરી ન્યૂઝીલેન્ડને 253 રનનો ટાર્ગેટ આપ્યો છે.

પાંચમી વનડે અપડેટ્સ

- ન્યૂઝીલેન્ડ: 44.1 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 217 રન
- ભારત: 49.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 252 રન

  
First published: February 3, 2019, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading