Home /News /sport /

IND vs WI: ભારતે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી 2-0થી શ્રેણી જીતી, જાણો Scorecard

IND vs WI: ભારતે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી 2-0થી શ્રેણી જીતી, જાણો Scorecard

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વનડે સાથે શ્રેણી જીતી

India vs West Indies 2nd ODI: ભારતે વેસ્ટઈન્ડિઝને અમદાવાદમાં બીજી વનડે હરાવી, 2022માં ભારતનો પ્રથમ શ્રેણી વિજય, બૉલરોએ બીજી વનડેમાં લાજ રાખી, જાણો Highlights

    India vs West Indies 2nd ODI: અમદાવાદમાં રમાયેલી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની બીજી વનડેમાં ભારતે વેસ્ટઈન્ડિઝને 44 રને હરાવી અને શ્રેણીને 2-0થી ( (IND vs WI 2nd ODI) જીતી લીધી છે. પ્રથમ બેટિંગનું નિમંત્રણ કરતા ભારત 237 રનનો મામુલી લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 193 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત વતી પ્રસિદ્ધી ક્રિષ્નાએ (Prasidh Krishna) ने 9 ઓવરમાં 12 રન આપી 4 વિકેટ ઝડપી છે.ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચે અંતિમ વનડે 11મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

    2022માં રોહિત-રાહુલ જોડીએ જીતી પહેલી શ્રેણી

    ઉલ્લેખીય છે કે સાઉથ આફ્રિકામાં ટીમની કારમી હારમાંથી બહાર નીકળી ઘર આંગમે રમાઈ રહેલી શ્રેણીમાં રોહિત રાહુલની જોડીએ પહેલી શ્રેણી જીતી છે. સિનિયર બોલરોની ગેરહાજરીમાં ટીમમાં પ્રસિદ્ધી ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દિપક હુડા, ચહલ, શાર્દુલ ઠાકુરે એક નવો બોલિંગ મંચ તૈયાર કર્યો છે.

    ભારતની ઈનિંગમાં સુર્ય કુમાર અને રાહુલનું યોગદાન

    ભારત વતી સુર્ય કુમાર યાદવ અને કેએલ રાહુલ 4થી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 49 રને રનઆઉટ થયો ત્યારબાદ સુર્ય કુમાર યાદવે કુલ 64 રન બનાવ્યા હતા. સુર્ય કુમાર યાદવ બાદ વોશિંગ્ટન સુંદરે 24 રન અને દિપક હુડાએ 29 રન બનાવ્યા હતા. આમ ભારતનો સ્કોર 237 રન સુધી પહોંચ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝમાં અલઝારી જોસેફે 36 રન આપી 2 વિકેટે હોલ્ડર, હુસેન અને એલેને 1-1 વિકેટી લીધી હતી

    વેસ્ટઈન્ડિઝનની ઈનિંગ

    વેસ્ટઈન્ડિઝ વતી શામાર બ્રુક્સે 44 રન, માર્યા હતા. તેણે હુસૈન સાથે છઠ્ઠી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. દીપક હુડાએ પહેલી જ વનડેમાં વિકે લીધી હતી. ત્યારબાજ ફેબિયન એલેન અને અકીલ હુસૈને 7મી વિકેટ માટે 42 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં અકીલ હુસૈને 34 રન બનાવાની આઉટ થયો જેને શાર્દુલ ઠાકુરે આઉટ કર્યો હતો



    ભારતના બધા બોલરને વિકેટ મળી

    બીજી વનડેમાં ભારત વતી મોહમ્મદ સિરાજે 9 ઓવરમાં એક મેડન કરી 38 રન આપી અને 1 વિકેટ ઝડપી હતી જ્યારે શાર્દુલ ઠાકુરે 9 ઓવર્માં 41 રન આપી અને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 9 ઓવરમાં 12 રન આપી અને 4 વિકેટ ઝડપી તો યૂઝવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 45 રન આપી 1 વિકેટ ઝડપી. વોશિંગ્ટન સુદર અને દિપક હુડાને પણ એક એક વિકેટ મળી હતી
    Published by:Jay Mishra
    First published:

    Tags: India vs west india, ક્રિકેટ, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર