Home /News /sport /

India vs South Africa, 3rd Test Live Updates: ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહનો 'પંજો' પડતા આફ્રિકા ઢેર, ભારતને 13 રનની લીડ

India vs South Africa, 3rd Test Live Updates: ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહનો 'પંજો' પડતા આફ્રિકા ઢેર, ભારતને 13 રનની લીડ

IND vs SA Cape town test Day 2 Live Scorecard : જસપ્રીત બુમરાહે ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી

India vs South Africa: ભારત સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતની બીજી બેટિંગ શરૂ, બોલરોનું ઉતકૃષ્ઠ પ્રદર્શન, જાણો Live Update

    India vs South Africa: ભારત અને સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં (India vs South Africa, 3rd Test) ભારતની બેટિંગમાં ધબડકો બોલી ગયા બાદ સંપૂર્ણ મદાર બોલરો પર હતો. જોકે, કેપટાઉનના (India vs South Africa test Live Score) ન્યૂલેન્ડ્રસ મેદાન પર ભારતના બોલરોએ (ind vs sa Test Live score day-2) સપાટો બોલાવતા સાઉથ આફ્રિકા ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 210લ રને ઘૂંટણિયે પડી ગયું છે. સાઉથ આફ્રિકાને ઓલાઆઉટ કરવામાં જસપ્રીત બુમરાહનો સિંહ ફાળો હતો.

    પ્રથમ દિવસે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા સિવાયના ખેલાડીઓ બેટિંગમાં નિષ્ફળ રહેતા ભારત 223 રનના મામુલી સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલા દિવસના અંતે યજનમાન ટીમની બેટિંગ આવી જતા ચિંતાના વાદળો ઘેરાયા હતા. જોકે, બુમરાહે કેપ્ટન એલગરને પ્રથમ દિવસે જ પેવેલિયન મોકલી દેતા રાહતના શ્વાસ લીધા હતા.

    બીજા દિવસની રમત

    બીજા દિવસની રમતમાં સાઉથ આફ્રિકાના ખેલાડી પીટરસને લડાયક ઈનિંગ રમી હતી પરંતુ જસપ્રીત બુમરાહની 5, શામીની 2, ઉમેશ યાદવની 2 અને શાર્દૂલ ઠાકુરની એક વિકેટની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને ઓલઆઉટ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહે 23.3 બોલમાં 8 મેડન નાખી અને 42 રન આપી 5 વિકેટ ઝડપી હતી

    સાઉથ આફ્રિકાની પણ નબળી બેટિંગ

    ભારત બાદ આ પીચ પર સાઉથ આફ્રિકાના સાવજો પમ બોલર સામે ઢેર થઈ ગયા છે. સાઉથ આફ્રિકા વતી પહેલી ઈનિંગમાં કીગન પીટરસને 166 બોલ રમી 9 ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા જ્યારે રેસી વેન ડર હુસેને 54 બોલ રમી 21 રન અને ટેમ્બા બવુમાએ 52 બોલ રમી 28 રન બનાવ્યા હતા. ટેઇલ એન્ડરમાં સાઉથ આફ્રિકાના બોલરે રબાડાએ 25 બોલમાં 15 અને ડુએલ ઓલિવરે 39 બોલમાં 10 રન માર્યા હતા.

    આ પણ વાંચો :  ND vs SA: વન-ડેમાં ફક્ત 'એક રન' બનાવનાર Jayant Yadavની સાઉથ આફ્રિકા સિરીઝમાં પસંદગી

    ભારત માટે આ સાઉથ આફ્રિકાને હરાવી ઈતિહાસ રચવાની તક

    ભારત સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ભારત અત્યારસુધી ક્યારેય શ્રેણી જીતી શક્યું નથી. ક્રિકેટના એક્સપર્ટ મુજબ સાઉથ આફ્રિકાની આ ટીમ અત્યારસુધીની સૌથી ઓછી પ્રભાવશાળી કે ઘાતકી ટીમ છે. ટીમમાં રબાડાને બાદ કરતા મોટાભાગના બોલર નવા છે તો બેટિંગ લાઇનઅપમાં પણ કોઈ ધુરંધરો નથી. આ સાઉથ આફ્રિકાને ભારત હરાવી નહીં શકે તો આગામી સયમમાં આવી તક ક્યારે મળે તે જોવું જ રહ્યુ

    આ પણ વાંચો : Vamika Birthday Photos: Virat-Anushka એ સાઉથ આફ્રિકામાં ઉજવ્યો વામિકાનો બર્થડે, ટીમ ઈન્ડિયાની બચ્ચા પાર્ટીએ કરી મોજ

    પૂજારા રહાણે માટે આખરી મોકા

    દરમિયાન સતત નિષ્ફળતાઓનો સામનો કરી રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે માટે હવે આ આખરી મોકો છે. આ ટેસ્ટમાં બીજી ઈનિંગમાં બેમાંથી એક ખેલાડી સદી નહીં મારે તો  અને જો ભારત હારી ગયું તો આ બંને માટે દ્રવિડ-કોહલી આગામી સીરિઝમાં મોટો નિર્ણય કરી  શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: IND vs SA Test Series, ક્રિકેટ, સ્પોર્ટ્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन