પત્નીની જાસુસી કરવાનો લાગ્યો હતો આરોપ, હવે બનશે ‘ટીમ ઇન્ડિયા’ નો કોચ!

 • Share this:
  બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી જલ્દી ટીમ ઇન્ડિયાનો કોચ બનનાર છે. આ વાંચીની આશ્ચર્યચકિત ન થઈ જતા. અમે રિયલ લાઇફની નહીં પણ રિલ લાઇફની વાત કરી રહ્યા છીએ. નવાઝુદ્દીન સિદ્દીકી 1983ના વર્લ્ડ કપ જીત પર બની રહેલી બાયોપિકમાં ટીમ ઇન્ડિયાના કોચનો રોલ ભજવશે. જોકે આ ખબર હજુ સત્તાવાર નથી પણ સુત્રોના મતે નવાઝુદ્દીનના નામ પર સહમતી બની ગઈ છે.

  આ ફિલ્મને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યા છે અને ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં અભિનેતા રણવીર સિંહ છે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થવાની આશા છે. ફિલ્મને 2019માં રિલીઝ કરવાનો વિચાર છે. જોકે કબીર ખાને હજુ સુધી નવાઝુદ્દીન સિદ્દીકીની ભૂમિકા પર કોઈ ટિપ્પણી કરી નથી. નવાઝુદ્દીન થોડા દિવસો પહેલા વિવાદોમાં ફસાયો હતો. તેની પત્નીએ તેની ઉપર જાસુસીનો આરોપ લગાવ્યો હતો.

  1983ના વર્લ્ડ કપ બનનારી બાયોપિકમાં અભિનેત્રી તરીકે કેટરિના કૈફને લેવામાં આવી શકે છે. ફિલ્મમાં કેટરિના રણવીરના અપોઝિટ એટલે કે કપિલ દેવની પત્ની રોમી દેવનો રોલ ભજવી શકે છે. કેટરિના કબીર ખાનની ફેવરિટ અભિનેત્રીમાંથી એક છે.

  નવાઝુદ્દીન સિદ્દીકી


  કપિલ દેવની સફળતા પાછળ તેની પત્ની રોમીનો હાથ છે. આ ફિલ્મમાં કપિલ દેવ સાથે જોડાયેલા એવા કિસ્સા જોવા મળશે જે હજુ સુધી દર્શકો સામે આવ્યા નથી.

  1983ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે કપિલ દેવની આગેવાનીમાં ચેમ્પિયન બનવા માટે ફેવરિટ ગણાતા વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું. ભારત પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
  Published by:Ashish Goyal
  First published: