પંજાબ : ભારતીય હોકી અને વોલીબોલ ખેલાડીઓની ગોળી મારીને હત્યા

News18 Gujarati
Updated: February 20, 2020, 4:41 PM IST
પંજાબ : ભારતીય હોકી અને વોલીબોલ ખેલાડીઓની ગોળી મારીને હત્યા
પંજાબ : ભારતીય હોકી અને વોલીબોલ ખેલાડીઓની ગોળી મારીને હત્યા

પટિયાલાના 24 નંબરના ફાટક પાસે એક ઢાબામાં કેટલાક લોકો સાથે ડીનર કરી રહ્યા હતા. તે દરમિયાન બંને જૂથમાં કોઈ વાતને લઈને વિવાદ થયો હતો

  • Share this:
પટિયાલા :  ભારતીય હોકી (Hockey) ખેલાડી અને વોલીબોલ ખેલાડીની બુધવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાથી સ્પોર્ટ્સ જગત સદમામાં છે. આ ઘટના પંજાબના (Panjab)ના પટિયાલાની છે.

જાણકારી પ્રમાણે નેશનલ હોકી ખેલાડી અમરીક સિંહ (Amrik Singh) અને તેનો સાથી વોલીબોલ ખેલાડી સિમરનજીત સિંહ (Simranjit Singh) બુધવારે મોડી રાત્રે પટિયાલાના 24 નંબરના ફાટક પાસે એક ઢાબામાં કેટલાક લોકો સાથે ડીનર કરી રહ્યા હતા. તે દરમિયાન બંને જૂથમાં કોઈ વાતને લઈને વિવાદ થયો હતો અને બન્ને જૂથો વચ્ચે મારપીટ થઈ હતી. આ પછી ગુસ્સામાં પિતા-પુત્ર ઘરે ગયા હતા અને રાઇફલ સાથે બંને ખેલાડીઓ પાસે પહોંચ્યા હતા અને માથામાં ગોળી મારી દીધી હતી. બંને ખેલાડી પર ફાયરિંગ તેના ઓફિસના જ સાથી અને તેના પુત્રએ સાથે મળીને કરી હતી. અમરિક સિંહ અને તેના મિત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ પણ વાંચો - રૈનાના દિલમાં આ અભિનેત્રી કરતી હતી રાજ, કોલેજના દિવસોમાં ડેટ પર લઇ જવા માંગતો હતો

આ ઘટના રાત્રે લગભગ એક કલાકે બની હતી. હુમલાખોરે બંનેને માથામાં ગોળી મારી હતી. અમરિક અને સિમરરજીત બંને પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડમાં કામ કરતા હતા. આ ઘટના પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh)ના ગૃહનગર પટિયાલામાં બની છે.
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading