લૉકડાઉનમાં ગોલ્ડ મેડાલિસ્ટ તીરંદાજ ઘર ચલાવવા વેચી રહ્યો છે મરઘી

લૉકડાઉનમાં ગોલ્ડ મેડાલિસ્ટ તીરંદાજ ઘર ચલાવવા વેચી રહ્યો છે મરઘી
લૉકડાઉનમાં ગોલ્ડ મેડાલિસ્ટ તીરંદાજ ઘર ચલાવવા વેચી રહ્યો છે મરઘી

પાણીની સમસ્યા હોવાના કારણે પોતાની પત્ની સાથે કુવા ખોદવાનું કામ પણ કરી રહ્યો છે

 • Share this:
  સરાયકેલા : પોતાની પ્રતિભા અને આવડતના કારણે ઝારખંડ અને દેશને ગૌરવ અપાવનાર ખેલાડીને પણ કોરોના વાયરસે લાચાર અને મજબૂર કરી દીધા છે. ઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લાનો ગોલ્ડ મેડાલિસ્ટ તીરંદાજ અનિલ લોહાર (Gold Medalist Archor Anil Lohar) કોરોનાકાળમાં ઘર ચલાવવા માટે મરઘી વેચવા મજબૂર છે. પાણીની સમસ્યા હોવાના કારણે પોતાની પત્ની સાથે કુવા ખોદવાનું કામ પણ કરી રહ્યો છે.

  સરાયકેલાના ગમ્હરિયા પ્રખંડના પિણ્ડ્રાબેડાનો રહેવાસી તીરંદાજ અનિલ લોહાર ગરીબ પરિવારમાંથી આવે છે. ઘરની સ્થિતિ એવી છે કે તેમની પાસે પાણની સુવિધા પણ નથી. તેમના પરિવારે ગામને પ્રાથમિક શાળામાંથી પાણી લાવવું પડે છે. કોરોનાના કારણે સ્કૂલ બંધ થતા વધારે પરેશાની આવી હતી. કેટલાક દિવસો સ્કૂલની દીવાલ કૂદીને પાણી લાવતા પણ પણ મુશ્કેલી વધી તો તેમણે કુવો ખોદવાનો નિર્ણય કર્યો હતો. અનિલ અને તેની પત્ની છેલ્લા 25 દિવસોથી કુવા ખોદવામાં લાગ્યા છે. રોજ સવારે 4 કલાકની મહેનતથી આજે 20 ફૂટ ઉંડો કુવો ખોદાયો છે.  આ પણ વાંચો - હાર્દિક પંડ્યાનો ખુલાસો - નતાશા જાણતી ન હતી કે હું ક્રિકેટર છું, લુક જોઈને સમજી અજીબ પ્રાણી

  ગરીબીમાં જીવી રહેલા અનિલ લોહારને અત્યાર સુધી સરકારી મદદ મળતી ન હતી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે મરઘી વેચીને ધંધો કરવો પડી રહ્યો છે. તેની પત્ની ચાંદમની કહે છે કે ઘર જેમ તેમ ચાલે છે ક્યારેક પિયરમાંથી મદદ મળી જાય છે.  ગત વર્ષે માર્ચમાં ઓરિસ્સામાં યોજાયેલી નેશનલ તીરંદાજી સ્પર્ધામાં તેમે ઇન્ડિયન રાઉન્ડની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અનિલે જણાવ્યું કે સરાયકેલાના રતનપુરા સ્થિતિ તીરંદાજી એકેડમીમાં શરુઆત કરી હતી. વિશ્વાસ હતો કે તીરંદાજીમાં ઉપલબ્ધિ મેળવીને સરકારી નોકરી મળી જશે. પણ અત્યાર સુધી નોકરી મળી નથી. ઘરનું ગુજરાન ચલાવવા માટે મરઘીની દુકાન ખોલી હતી. અહીં થોડાક કલાક કામ કરીને ઘર ચલાવવા જેટલા પૈસા મળી રહે છે.

  તીરંદાજી એકેડમી સરાયકેલાના મુખ્ય કોચ બીએસ રાવે જણાવ્યું હતું કે અનિલ લોહાર સારો તીરંદાજ છે. લૉકડાઉનના કારણે તેના સ્ટાઇપેન્ડના 75 હજાર રુપિયા ફસાયેલા છે. જોકે હવે સરકાર પાસેથી આ રકમ જાહેર કરવાની મંજૂરી મળી ગઈ છે. જલ્દી તેને રકમ આપવામાં આવશે. સરકારે હવે સ્ટાઇપેન્ડ જાહેર કરવાની મંજૂરી આપી છે પણ હવે આ મામલે વધારે સાવધ રહેવાની જરુર છે. જેથી શાનદા ખેલાડી અકાળે રમત છોડી ના દે.
  Published by:Ashish Goyal
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ