તાલિબાનોના રાજમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ફરી બદલાવ, 5 મહિનામાં બીજા CEOની નિમણૂંક

તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડમાં ફરી ફેરફાર

Naseeb Khan ACB New CEO:અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board)માં ફરી બદલાવ કરવામાં આવ્યો છે. નસીબ ખાને બોર્ડના નવા ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસર નિમણૂક (Naseeb Khan ACB New CEO) કરવામાં આવી છે, તે હામિદ શિનવારી (Hamid Shinwari)ની જગ્યા લેશે. જેને આ મહિનામાં એપ્રિલમાંજ સીઈઓ બનાવવામાં આવ્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી: જ્યારથી તાલિબાનોએ અફઘાનિસ્તાનની સત્તા (Taliban Regime in Afghanistan) સંભાળી છે, ત્યારથી દેશમાં ક્રિકેટના ભવિષ્ય અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan Cricket Board)માં મોટો ફેરબદલ થયો છે. નસીબ ખાનને બોર્ડના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (Naseeb Khan ACB New CEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આ વર્ષે એપ્રિલમાં બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનેલા હમીદ શિનવારી (Hamid Shinwari)ની જગ્યા લેશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ ફેરફારની જાણકારી આપી હતી.

  નસીબ ખાન બન્યો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો સીઈઓ

  એસીબીએ લખ્યું કે, નસીબ ખાનને બોર્ડના ચેરમેન અઝીઝુલ્લાહ ફઝલી દ્વારા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના નવા સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેની પાસે માસ્ટર ડિગ્રી છે અને ક્રિકેટનું જ્ઞાન પણ ધરાવે છે. પાઝવોક ન્યૂઝે એસીબીના પ્રમુખ ફઝલીને ટાંકીને કહ્યું કે, અમને ખુશી છે કે, ક્રિકેટની સારી સમજ ધરાવનાર વ્યક્તિ અમારી સાથે જોડવામાં આવી રહ્યા છે. બોર્ડ સાથે વાટાઘાટો બાદ નસીબને સીઈઓની જવાબદારી સોંપવામાં આવી છે.

  મીડિયા અહેવાલો અનુસાર નસીબ ખાને ઓક્ટોબર-નવેમ્બરમાં યુએઈ (UAE) અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓની તૈયારી માટે તમામ જરૂરી સુવિધાઓનું વચન આપ્યું છે. અહીં, શિનવારીને તાલિબાન સભ્ય અનસ હક્કાની દ્વારા જાણ કરવામાં આવી છે કે, તે હવે બોર્ડના સીઈઓ નથી. આ અંગે શિનવારીએ કહ્યું કે, મેં મારી હકાલપટ્ટી માટે બોર્ડ પાસેથી ઔપચારિક જવાબ માંગ્યો છે. જો કે, મને અત્યાર સુધી આ સંદર્ભમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

  આ પણ વાંચો: NZW vs ENGW: બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવા છતાં ન્યૂઝીલેન્ડની ટીમ રમશે મેચ

  અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને ટી 20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ, ભારત અને પાકિસ્તાન સાથે એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. આ જૂથમાં એક ક્વોલિફાયર ટીમ પણ આવશે. અફઘાનિસ્તાનનો ટી 20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 25 ઓક્ટોબરે શારજાહમાં ક્વોલિફાયર સામેની મેચથી શરૂ થશે.
  Published by:kuldipsinh barot
  First published: