Home /News /sport /એક ઇનિંગમાં 277 રન, સતત પાંચ મેચમાં સદી, ધોનીની ટીમના ખેલાડીએ રોહિત-કોહલીનો રેકોર્ડ તોડ્યો

એક ઇનિંગમાં 277 રન, સતત પાંચ મેચમાં સદી, ધોનીની ટીમના ખેલાડીએ રોહિત-કોહલીનો રેકોર્ડ તોડ્યો

જગદીશને તોડ્યો રોહિતનો રેકોર્ડ, લિસ્ટ A ક્રિકેટમાં 277 રન

Narayan Jagadeesan Vijay Hazare Trophy: વિજય હઝારે ટ્રોફીમાં તમિલનાડુના વિકેટ કીપર બેટ્સમેન નારાયણ જગદિશને સતત પાંચ મેચમાં પાંચ સદી ફટકારી હતી અને એક જ મેચમાં 277 રન ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો હતો.

  Narayan Jagadeesan Record: તમિલનાડુના વિકેટ કીપર બેટ્સમેન નારાયણ જગદિશન (wicket Keeper Batsman Narayan Jagadeesan) હાલમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં સારા ફોર્મમાં છે અને તેણે 21 નવેમ્બરને સોમવારે પણ અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) સામે આ જ ફોર્મ જારી રાખ્યું હતું. જગદિશને પોતાની સતત 5મી લિસ્ટ-એ સદી (List-A Century) ફટકારી હતી અને આમ કરનારો તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર (First Cricketer in The World) બન્યો હતો. જો તમને લાગતું હોય કે અહીં જ વાત ખતમ થઇ જાય છે, તો આ ફક્ત શરૂઆત છે.

  જગદિશને અરુણાચલના બોલિંગને કાંટાની ટક્કર આપતાં તે જે પર્પલ પેચમાં છે, તેનો સંપૂર્ણ ઉપયોગ કર્યો હતો. માત્ર 76 બોલમાં પોતાની સદી પૂરી કર્યા બાદ જગદિશન ઓવરડ્રાઈવ મોડમાં આવી ગયો હતો અને ત્યાર પછીના 100 રન માત્ર 38 બોલમાં જ ફટકાર્યા હતા.  જગદિશને તોડ્યા આ વિક્રમી રેકોર્ડ્સ

  તેણે રોહિત શર્માના 264 રનને પણ પાછળ છોડીને પોતાના ખાતામાં વધુ 77 રન ઉમેર્યા હતા એટલું જ નહીં, તેણે લિસ્ટ-એમાં સૌથી વધુ પર્સનલ સ્કોરનો રેકોર્ડ પણ તોડ્યો હતો, જે ઇંગ્લેન્ડના એલિસ્ટેર બ્રાઉનના નામે હતો. જગદિશને તેની મેરેથોન ઇનિંગમાં 25 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકારતાં માત્ર 141 બોલમાં 196.45ના સ્ટ્રાઇક રેટથી 277 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. જગદિશનનો 277 રનનો ધડાકો આંધ્ર વિરુદ્ધ 114, છત્તીસગઢ સામે 107, ગોવા સામે 168 અને હરિયાણા સામે 128 રનની ઇનિંગ્સ બાદ થયો છે. જગદિશને આ દરમિયાન જ રેકોર્ડનો દોર તોડ્યો હતો. જગદિશન કુમાર સંગાકારા, અલ્વિરો પીટરસન અને દેવદત્ત પડિક્કલને પાછળ છોડીને સતત 5 લિસ્ટ-એ સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

  આ પણ વાંચો: ભારત સામે પરાજય બાદ ન્યુઝીલેન્ડને જોરદાર ફટકો, ત્રીજી મેચમાં કેપ્ટન પોતે જ નહીં રમે, જાણો કારણ

  હાલમાં ચાલી રહેલી વિજય હઝારે ટ્રોફીની સિઝનમાં જગદિશનની આ પાંચમી સદી હોવાથી તેણે વિરાટ કોહલી, પૃથ્વી શો અને દેવદત્ત પડિક્કલની કમાન સંભાળી હતી, આ તમામે ભારતીય ડોમેસ્ટિક વન-ડે સ્પર્ધાની એક સિઝનમાં ચાર સદી પોતાના નામે કરી લીધી છે. કોહલીએ ટ્રોફીની 2008-09ના એડિશન દરમિયાન ચાર સદી ફટકારી હતી.  વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ સદી ફટકારનાર

  5* - એન જગદિશન

  4- વિરાટ કોહલી, પૃથ્વી શો, દેવદત્ત પડીક્કલ

  લિસ્ટ-એમાં સૌથી વધુ સળંગ સદી

  5* - એન જગદિશન

  4 - કુમાર સંગાકારા, અલ્વીરો પીટરસન, દેવદત્ત પડિક્કલ

  સર્વોચ્ચ વ્યક્તિગત લીસ્ટ- A સ્કોર

  277 - એન જગદિશન (તમિલનાડુ વિરુદ્ધ અરુણાચલ પ્રદેશ), 2022

  268 - એલિસ્ટેર બ્રાઉન (સરે વિરુદ્ધ ગ્લેમોર્ગન), 2002

  264 - રોહિત શર્મા (ભારત વિરુદ્ધ શ્રીલંકા), 2014

  257 - ડી'આર્સી શોર્ટ (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વીન્સલેન્ડ), 2018

  248 - શિખર ધવન (ભારત એ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા એ), 2013  આ પણ વાંચો: FIFA વર્લ્ડ કપના પ્રારંભે જ મોરબી જેવી ઘટના, ક્ષમતા કરતાં ડબલ લોકો આવી જતાં મચી અફરાતફરી

  તમિલનાડુએ તોડ્યો રેકોર્ડ

  માત્ર જગદિશને જ આ રેકોર્ડ તોડ્યો એટલું જ નહીં, તેણે અને તેના ઓપનિંગ પાર્ટનર સાઇ સુધરસને (154[102]) તેમની ટીમને 506/2ના જંગી સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી, જે લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ છે.

  આ પણ વાંચો: રોહિત શર્માને પણ કાઢો... ચેતન શર્માની સિલેક્શન કમિટીની હકાલપટ્ટી બાદ ઉઠી માંગ

  લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધુ ટીમનો સ્કોર

  506/2 - તમિલનાડુ (વિ. અરુણાલ પ્રદેશ), વિજય હઝારે ટ્રોફી 2022

  498/4 - ઇંગ્લેન્ડ (વિ. નેધરલેન્ડ્સ), વનડે 2022

  496/4 - સરે (વિ. ગ્લોસેસ્ટરશાયર), વન-ડે કપ 2007

  481/6 - ઇંગ્લેન્ડ (વિ. ઓસ્ટ્રેલિયા), વન-ડે 2018

  458/4 - ભારત એ (વિ. લિસેસ્ટરશાયર), લિસ્ટ-એ 2018
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन