Home /News /sport /

Ahmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, જુઓ કેવું હશે પરિસર

Ahmedabad : નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પલેક્ષ બનશે, જુઓ કેવું હશે પરિસર

પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી તો છે પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે . ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના (Naranpura Sports complex Ahmedbad) સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે . આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળ (New sports complex Naranpur Area) વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે . જેના માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે . આ પ્રોજેકટ પાછળ અંદાજીત ખર્ચે 584.25 કરોડ મુકાયો છે. આ ઉપરાત એએમસી સૌથી કિમંતી 600થી700 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે  .  આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્રગીત રમતોની સાથા સાથે પ્રાદેશિક રમતગમતો પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરેલ છે .

Naranpura Sports complex : આ પ્રોજેકટ પાછળ અંદાજીત ખર્ચે 584.25 કરોડ મુકાયો છે. આ ઉપરાત એએમસી સૌથી કિમંતી 600થી700 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે 

પ્રણવ પટેલ, અમદાવાદ : અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી, સ્માર્ટ સિટી તો છે પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ સિટી તરફ અગ્રેસર તૈયાર થઇ રહ્યું છે . ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના (Naranpura Sports complex Ahmedbad) સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે . આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ વરદાન ટાવર પાસે અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળ (New sports complex Naranpur Area) વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે . જેના માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે . આ પ્રોજેકટ પાછળ અંદાજીત ખર્ચે 584.25 કરોડ મુકાયો છે. આ ઉપરાત એએમસી સૌથી કિમંતી 600થી700 કરોડની જમીન આ પ્રોજેક્ટ માટે આપશે 
.  આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્રગીત રમતોની સાથા સાથે પ્રાદેશિક રમતગમતો પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરેલ છે .


( 1 ) એકવાટીક કોમ્પલેક્ષઃ- આ સ્વીમીંગ પુલની સાઇઝ FINA એપ્રુવ્ડ રાખવામાં આવેલ છે , જેમાં ડાઇવીંગ પુલ તેમજ આર્ટીસ્ટીક તથા વોટરપોલો તરીકે વપરાશ કરી શકાશે . જેની પ્રેક્ષક ગેલેરી 1500 પ્રેક્ષકોની છે .


( 2 ) કોમ્યુનીટી સ્પોર્ટસ સેન્ટરઃ- જેમાં ૦૬ બેડમીન્ટન કોર્ટ , ૦૬ ટેબલટેનીસ , ૦૬ કેરમ ટેબલ , ૦૯ ચેસ , સ્નૂકર અને બીલીયર્ડના ૧૦ ટેબલ નો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવનાર છે . આ કોમ્યુનીટી સ્પોર્ટસ કોમ્પલેક્ષ અમદાવાદના શહેરીજનોને વધુ ઉપયોગી થઇ રહેશે .


( 3 ) સેન્ટર ફોર સ્પોર્ટસ એકસેલન્સઃ- આ સેન્ટર ઓફ એકસેલન્સમાં ૪૨ મી . × ૨૪ મી . ના મુખ્ય ૦૨ હોલ કે જેમાં ૦૨ બાસ્કેટ બોલ કોર્ટ , ૦૨ વોલીબોલ કોર્ટ અથવા ૦૮ બેડમીન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઇ શકશે . આ હોલ એવીરીતે ડીઝાઇન કરેલ છે કે ઉપરોકત જણાવેલ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાશે . આ સેન્ટરના મલ્ટી સ્પોર્ટસ હોલમાં ૦૪ કબડડી કોર્ટ અથવા ૦૪ રેસલીંગ અથવા ૧૨ ટેબલટેનીસ મેચ એક જ સમયે યોજી શકાશે . આ કોમ્પલેક્ષમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું ૦૧ સ્પોર્ટસ સાયન્સ અને ફીટનેસ સેન્ટર , ચેન્જ રૂમ , લોકર્સ , ઇક્વીપમેન્ટ સ્ટોર , મેડીકલ સર્વિસ સ્ટેશન , ઓડીયો - વિડીયો ફેસીલીટી સાથેનો ટ્રેનિંગ રૂમ , વહીવટી ઓફીસ બનાવવામાં આવનાર છે . વધુમાં આ સેન્ટરમાં કોચ માટે ૦૮ ડબલરૂમ , ખેલાડીઓ માટેના ૮૯ ટ્રીપલ બેડ રૂમ તેમજ ૧૫૦ કોર્પોરેટ માટેના ડાઇનીંગ હોલનો સમાવેશ કરેલ છે .


( 4 ) ઈન્ડોર મલ્ટી સ્પોટર્સ અરેનાઃ- સદર અરેનામાં ૮૦ મી . × ૪૦ મી . સાઈઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટ કરવામાં આવશે . ( એક સમયે એક રમત ) કુલ ૧૬ બેડમીન્ટન કોર્ટ , ૦૪ બાસ્કેટબોલ કોર્ટ , ૦૪ વોલીબોલ કોર્ટ અને ૦૪ જીમ્નેસ્ટીક મેટ . આ ઉપરાંત તેમાં ટાઈકવોન્ડો કુસ્તી અને ટેબલ ટેનીસ માટે ટ્રેનીંગના હેતુ માટે મલ્ટી પર્પઝ હોલની પણ સુવિધાનો સમાવેશ કરેલ છે . જેમાં એક સાથે ૫૨૦૦ પ્રેક્ષકો મેચ નિહાળી શકે તે મુજબનું આયોજન કરવામાં આવેલ છે . આ ઉપરાંત વોર્મ - અપ એરીયા , ખેલાડીઓ , જજીસ , કોચ , રેફરી અને વી.આઈ.પી. માટે લોન્જ એરીયા , સેન્ટ્રલ એડમીન ઓફીસ , સ્પોટર્સ ફેડ્રેશન માટેનો રૂમ , ડોપીંગ એરીયા , મેડીકલ સર્વિસ સ્ટેશન , મીડીયા રૂમ , કોલ રૂમ , તદ્દઉપરાંત મીડીયા અને અન્ય ટેકનીકલ , ઓપરેશન સુવિધા માટેના રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે .


( 5) ફીટ ઈન્ડિયા ઝોનઃ- સદર ઝોનમાં સીનીયર સીટીઝન માટે સીટીંગ એરીયા , સ્કેટીંગ રીંક , કબડ્ડી , ખો - ખો ગ્રાઉન્ડ , ચીલ્ડ્રન ઝોન અને જોગીંગ ટ્રેકનો સમાવેશ કરવામાં આવેલ છે . ( ૬ ) આઉટ ડોર સ્પોટર્સઃ- ઉપરોકત સુવિધા ઉપરાંત આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આઉટ ડોર સ્પોટર્સ માટે ૦૬ ટેનીસ કોર્ટ હશે


(6) આઉટ ડોર સ્પોર્ટસ - ૦૬ ટેનિસ કોર્ટ , ૦૧ બાસ્કેટબોલ , ૦૧ વોલીબોલ કોર્ટનો સમાવેશ . આ સ્પોર્ટસ કોમ્પેલક્ષમા ૮૦૦ ટુ વ્હિલર અને ૮૫૦ ફોર વ્હિલર ના પાર્કીની વ્યવસ્થા કરવામાં આવેલ છે
Published by:Jay Mishra
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन