નેટવર્ક18ની આ ચેનલોને મળી નવી ઓળખ, હવે હશે આ નામ

News18 Gujarati
Updated: March 16, 2018, 11:47 PM IST
નેટવર્ક18ની આ ચેનલોને મળી નવી ઓળખ, હવે હશે આ નામ

  • Share this:
નેટવર્ક18ની પ્રાદેશિક ચેનલોને એક મોટી અને એક નવી ઓળખ મળી છે. શુક્રવારે સાંજથી બિહાર, ઝારખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યૂપી સહિત નેટવર્ક 18ની બધી પ્રાદેશિક ચેનલ હવે ન્યૂઝ18 પંજાબ, ન્યૂઝ18 યૂપી અને આવી જ રીતે ન્યૂઝ18 રાજસ્થાન અને ન્યૂઝ18 બિહાર, ઝારખંડ થઈ ગયા છે.

નામ બદલવાની સાથે નવો લોગો પણ નજરે પડશે. અત્યાર સુધી આ બધી જ પ્રાદેશિક ચેનલ ઈટીવી પંજાબ અને ઈટીવી યૂપી-રાજસ્થાન નામોથી ઓળખાતી હતી. તે ઉપરાંત ઈટીવી ઉર્દૂ પણ હવે ન્યૂઝ18 ઉર્દૂના નામથી ઓળખાશે.

દેશનું સૌથી મોટું મીડિયા સમૂહ, નેટવર્ક 18ની તરફથી નવી દિલ્હીમાં આયોજિત 'રાઈઝિંગ ઈન્ડિયા સમિટ'માં પીએમ નરેન્દ્ર મોદી 'નવા લોગોનું ઉદ્ધાટન કરશે.' 16-17 માર્ચે થનાર આ ખાસ કાર્યક્રમ રાઈઝિંદ ઈન્ડિય સમિટમાં દેશના દિગ્ગજ રાજનેતા, ફિલ્મ અને ઉદ્યોગ જગતની હસ્તીઓ ઉપરાંત આંતરાષ્ટ્રીય સ્તરના નેતા અને ઉદ્યોગપતિ સામેલ થશે.

રાઈઝિંગ ઈન્ડિયા સમિટમાં પહેલા દિવસે નરેન્દ્ર મોદી મુખ્ય વક્તા હતા. તે ઉપરાંત પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, સુરશે પ્રભુ અને નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંત સહિત તમામ હસ્તિઓ હાજર રહી હતી. સમિટના બીજા દિવસે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

 
First published: March 16, 2018, 11:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading