Home /News /sport /

સાનિયાએ કરી દીધી ટ્રોલર્સની બોલતી બંધ, કહ્યું - ‘15મી ઓગસ્ટ મારો સ્વતંત્રતા દિવસ’

સાનિયાએ કરી દીધી ટ્રોલર્સની બોલતી બંધ, કહ્યું - ‘15મી ઓગસ્ટ મારો સ્વતંત્રતા દિવસ’

સાનિયાએ કહ્યું હતું કે મેં ક્રિકેટર સાથે લગ્ન બંને દેશોને ભેગા કરવા માટે કર્યા નથી

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ જ્યારથી પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેની નાગરિકતાને લઈને સતત સવાલ ઉઠાવવામાં આવે છે

  ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ જ્યારથી પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે ત્યારથી તેની નાગરિકતાને લઈને સતત સવાલ ઉઠાવવામાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ભારત અને પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ હોય છે.

  એચટી બ્રંચ સાથે વાત કરતા સાનિયાએ કહ્યું હતું કે મેં ક્રિકેટર સાથે લગ્ન બંને દેશોને ભેગા કરવા માટે કર્યા નથી. લોકોને લાગે છે કે મેં અને શોએબે બંને દેશોને ભેગા કરવા માટે લગ્ન કર્યા છે. દર વર્ષે જ્યારે પણ હું પોતાના સાસરિયામાં પાકિસ્તાન જાઉ છું ત્યાં મને ઘણો પ્રેમ મળે છે. ઉલ્લેખનીય છે કે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે.

  જોકે તેને ટ્રોલ કરનાર પર કોઈ ફરક પડતો નથી. સાનિયા મિર્ઝા આ વર્ષે ઓક્ટોબરમાં માતા બની શકે છે. 14 ઓગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ પર સાનિયાએ ટ્વિટ કર્યું હતું કે મારા પાકિસ્તાની મિત્રો અને તમારી ઇન્ડિયન ભાભી તરફથી શુભકામનાઓ.

  જોકે કેટલાક ફોલોવરે ટ્વિટ કર્યું હતું કે તમારો સ્વતંત્રતા દિવસ પણ આજે જ છે. સાનિયાએ જવાબ આપ્યો હતો કે, જી, નહીં મારો અને મારા દેશનો સ્વતંત્રતા દિવસ કાલે (15મી ઓગસ્ટ) છે અને મારા પતિ અને તેના દેશનો આજે. આશા રાખું છું કે તમારી શંકા દૂર થઈ ગઈ હશે. તમારો ક્યારે છે કારણ કે લાગે છે કે તમને ઘણો ભ્રમ છે.

  સાનિયા મિર્ઝાએ લોકોને પ્રેમ અને શાંતિથી રહેવાની સલાહ આપી હતી. તેણે ટ્વિટ કર્યું હતું કે શું નફરત ન કરવી વાસ્તવમાં એટલી મુશ્કેલ છે. જ્યારથી મારો જન્મ થયો છે ત્યારથી અમને પ્રેમ કરવાનું શીખવાડવામાં આવે છે અને પ્રેમ કરવો જ વધારે નેચરલ છે. આપણે ક્યારથી એવી દુનિયા બનાવી લીધી છે જ્યારથી પ્રેમની ઉપર નફરતની જીતની થવા લાગી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Sania mirza, Shoaib malik, Twitter, ક્રિકેટર

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन