સ્ટુઅર્ટ બ્રોડને છોકરી સમજી બેઠો હતો સાથી ક્રિકેટર, કહ્યું હતું - કેટલી સુંદર છે

News18 Gujarati
Updated: May 22, 2019, 7:08 PM IST
સ્ટુઅર્ટ બ્રોડને છોકરી સમજી બેઠો હતો સાથી ક્રિકેટર, કહ્યું હતું - કેટલી સુંદર છે
બ્રોડે શ્રીલંકા સામે 2007માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું

બ્રોડે શ્રીલંકા સામે 2007માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું

  • Share this:
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને પોતાના સાથી બોલર સ્ટુઅર્ટ બ્રોડને લઈને રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે જ્યારે બ્રોડને પ્રથમ વખત જોયો હતો ત્યારે તેને છોકરી સમજી બેઠો હતો. તમને જણાવી દઈએ કે બ્રોડ અને એન્ડરસને અત્યાર સુધી 1000થી વધારે વિકેટો ઝડપી છે. બંને લાંબા સમયથી સાથે રહ્યા છે અને ફીલ્ડની બહાર પણ બંને સારા મિત્રો છે. જેમ્સ એન્ડરસને પોતાની બુક બોલ, સ્લીપ, રિપીટમાં બ્રોડની પ્રશંસા કરી છે.

news.com.auએ એન્ડરસનની બુકના હવાલાથી લખ્યું છે કે બોલર તરીકે અમારા વચ્ચે કોઇપણ પ્રકારની પ્રતિસ્પર્ધા નથી. અમારા બંનેની ખાસિયતો અને રમવાની રીત સાવ અલગ છે. જ્યાં એક તરફ સ્ટુઅર્ટ બાઉન્સ અને રફ્તારથી કામ કરે છે. જ્યારે હું સ્વિંગ ઉપર ધ્યાન આપું છું.

આ પણ વાંચો - ઇંગ્લેન્ડની ટીમે 2019ની કિટ જાહેર કરી, 27 વર્ષ જૂનો દાવ ખેલ્યો

પ્રથમ મુલાકાતમાં બ્રોડને યુવતી સમજી બેઠો હતો એન્ડરસન

બુકમાં એન્ડરસને બ્રોડ સાથે પોતાની પ્રથમ મુલાકાત વિશે ઉલ્લેખ કરતા લખ્યું છે કે બ્રોડે શ્રીલંકા સામે 2007માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેના મોટા ભૂરા વાળ હતા, માંજરી આંખો હતી અને સારું ફિગર હતું. તેને પ્રથમ વખત જોતા મેં કહ્યું હતું, માય ગોડ કેટલી સુંદર છે.

એન્ડરસને જણાવ્યું હતું કે અમે બંને એકબીજા સાથે વાત કરીએ છીએ જે સારી બોલિંગમાં મદદ કરે છે. સાથે અન્ય એક બાબત છે જે બંનેને જોડી રાખે છે તે છે ઊંઘ. અમે બંને ખેલાડીઓ ઊંઘને વધારે પ્રેમ કરીએ છીએ. પ્રેક્ટિસ સેશન પહેલા જેટલું શક્ય હોય ત્યાં સુધી ઊંઘવાનું પસંદ કરીએ છીએ.
First published: May 22, 2019, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading